- જ્યારે ખેડૂતોના પ્રશ્નોને લઈને AAP કાર્યાલય ખાતે ઉપવાસ આંદોલન
- આ ઉપવાસ આંદોલનના ભાગ લેવા પહોંચેલ નેતાઓની અટકાયત
- આમ પોલીસે બોટાદ ઘટનાના મુખ્ય આરોપી રાજુ કરપડા અને પ્રવીણ રામને ગણાવ્યા!
AAP ના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદ ખાતે પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચતાની સાથે જ અટકાયત કરવામાં આવી છે. આ બંને નેતાઓ બોટાદવાળી ઘટના સંબંધિત હાજર થવાના હતા, અને પોલીસની નજરમાં તેઓ ઘટનાના મુખ્ય આરોપી છે. તેમના આગમન પહેલા જ, કાર્યાલય ખાતે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજુ કરપડા અને પ્રવીણ રામની અટકાયતથી ખેડૂતો અને કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે.
જ્યારે પોલીસ દ્વારા રાજુ કરપડા પર વિવિધ કલમો લગાવવામાં આવી છે. આ સમગ્ર કેસ ખેડૂતોના મુદ્દા પર કેન્દ્રિત છે, અને પોલીસે ખેડૂતોના નિવેદનો પણ લઈ લીધા છે. રાજુ કરપડાએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના અવાજને દબાવવાની કોશિશ થઈ રહી છે અને તેમને જુઠ્ઠા કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ લડાઈ સત્ય માટે લડવામાં આવી રહી છે, કારણ કે સરકાર નીચે માર્કેટિંગ કે વેપારીઓની લૂંટેલી અવાજ બનાવવાની કોશિશ થઈ, ત્યારે આ અવાજને દબાવવાનો પ્રયત્ન થયો છે.
થોડા દિ પહેલા AAP નેતા આમરણ ઉપવાસ પર ઉતરે પહેલા X પર પોસ્ટ કરી છે. જેમાં પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલ જઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે લાંબી લડાઈ બાદ આજે જેલમાં જઈ રહ્યા છીએ. ખેડૂતો માટે શરૂ કરેલી ક્રાંતિ ચાલુ રહેશે. ગાંધીચિંધ્યા તેના માર્ગ પર ચાલુ રાખવાની ખેડૂતોને અપીલ કરી છે. આપ ધારાસભ્ય હેમંત ખવાનો પોલીસ પર મોટો આરોપ છે. જેમાં પોલીસ કારમાંથી જ હાથમાં પથ્થર લઈને કોઈ વ્યક્તિ નીચે ઉતર્યો હતો. લોકોના ટોળામાં વ્યક્તિ ઉભા રહી ગયો અને પથ્થર મારો કર્યો હતો. આજે આ વીડિયો અમે મીડિયા સમક્ષ બતાવીશું. અમારી લિગલ ટીમ તમામ ખેડૂતો અને જેમની સામે ફરિયાદ થઈ છે તમેના સાથે છે. બર્બરતા પૂર્વક ખેડૂતોને માર મારવામાં આવ્યો છે.
જ્યારે પથ્થરમારા સંબંધમાં બોટાદમાં આપના નેતાઓ સામે FIR નોંધવામાં આવી છે. આપ નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 લોકો સામે ખુનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીના આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી હોવાના અહેવાલો છે. અન્ય લોકોની પણ ધરપકડ થવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આરોપ કર્યો હતો કે હજુ સુધી કોઈને પણ એફઆઈઆરની કોપી આપવામાં આવી નથી. આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત કુલ 85 લોકો સામે નામજોગ FIR દાખલ કરવામાં આવી હોવાના અહેવાલો છે.
જ્યારે સંઘર્ષ મુદ્દે બોટાદ જિલ્લા પોલીસ વડાએ વાત કરતાં કહ્યું હતું કે 3 પોલીસકર્મીઓને ઇજાગ્રસ્ત પહોંચી હતી અમે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં બોટાદ DySP મહર્ષિ રાવલ, LCB PI એ.જી. સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી.