જેમાં હાઈકોર્ટે 12 આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવી દીધી છે. આરોપીઓએ પોતાની વિરુદ્ધ થયેલી FIR રદ કરવા પિટીશન કરી હતી.
- હાઈકોર્ટે 12 આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવી દીધી
- આરોપીઓએ પોતાની વિરુદ્ધ થયેલી FIR રદ કરવા કરી હતી પિટીશન
- કેસની સુનાવણી દરમિયાન ધર્માંતરણનો થયો હતો ખુલાસો
ભરૂચ આમોદમાં ધર્માંતરણના ષડયંત્રકાર આરોપીઓને હાઈકોર્ટનો ઝટકો લાગ્યો છે. જેમાં હાઈકોર્ટે 12 આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવી દીધી છે. આરોપીઓએ પોતાની વિરુદ્ધ થયેલી FIR રદ કરવા પિટીશન કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ધર્માંતરણનો ખુલાસો થયો હતો. એક આખા ગામના લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતુ. તેમાં આખા ગામના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયા હતા.
એમ તો 37થી વધુ કુટુંબોના 100થી વધુ લોકોનું ધર્માંતરણ કરાયું છે. ત્યારે હાઈકોર્ટે જણાવ્યું છે કે લોકોને ઈસ્લામમાં ધર્માંતરિત કરવા પ્રથમ દ્રષ્ટિએ ગુનો છે. હાઈકોર્ટે તપાસ કે ટ્રાયલ સામે સ્ટેનો પણ ઈન્કાર કર્યો છે. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ કેસની ગંભીર નોંધ લીધી છે.આ માત્ર એક વ્યક્તિનો નહીં, રાષ્ટ્રીય કક્ષાના ધર્માંતરણનો કેસ છે તેમ પણ હાઇકોર્ટે જણાવ્યું છે. ત્યારે પબ્લિક પ્રોસીક્યુટરે જણાવ્યું છે કે છેલ્લા 15 વર્ષથી હિન્દુ પરિવારોને ટારગેટ કરાતા હતા.
જ્યારે આર્થિક સહાય, મકાન, નોકરી સહિતની લાલચો અપાતી હતી. ખૂબ જ સંવેદનશીલ અને માફ ન કરી શકાય તેવો ગુનો છે. આરોપીનું પાકિસ્તાન-કાશ્મીર અને વિદેશી કનેક્શન સામે આવ્યું છે. ધર્માંતરણ બાદ જેહાદ અને કટ્ટરવાદ શીખવવામાં આવતા હતા. આરોપી અબ્દુલ આદમ FIR પહેલાં 25 વખત ભારત આવી ગયો છે. વર્ષ 2018માં આમોદ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
આ ખૂબ જ સંવેદનશીલ અને રાષ્ટ્રની સલામતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના એવા આ કેસનું લાઇવ સ્ટ્રીમીંગ પણ હાઇકોર્ટે તેની સંવેદનશીલતા અને ગુપ્તતાના કારણે બંધ રખાવ્યું હતું. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઇએ આ કેસમાં બહુ જ ગંભીર અને માર્મિક અવલોકનો સાથેનો ચુકાદો જાહેર કરતાં આ કેસ માત્ર એક વ્યકિતના ધર્માંતરણનો નથી પરંતુ રાષ્ટ્રીય કક્ષાના એક બહુ મોટા અને ખતરનાક ષડયંત્રનો ભોગ હોવાનું ઠરાવ્યું હતું. હાઇકોર્ટે તપાસ કે ટ્રાયલ સામે સ્ટે આપવાની આરોપીઓની માંગણી પણ ધરાર ફગાવી દીધી હતી અને તેઓને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતુ કે, આ કેસમાં ચાર્જશીટ થઈ ગયેલા તમામ આરોપીઓએ ટ્રાયલનો સામનો કરવો જ પડશે. જે બે આરોપીઓ મૌલવી અને ફેફડાવાલા સામે ચાર્જશીટ બાકી છે, તેમની અરજી પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી.