Gujarat

ગુજરાતમાં ‘નલ સે જલ’ની પોકળ સાબિતી?અમદાવાદમાં 46% અને ગાંધીનગરમાં માત્ર 31.9% ઘરોમાં જ પીવાલાયક પાણી.

Published

on

ગુજરાત સરકાર જ્યારે ‘નલ સે જલ’ યોજના દ્વારા ઘર-ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવાના મોટા-મોટા દાવા કરી રહી છે, ત્યારે જ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના એક રિપોર્ટએ સરકારની પોલ ખોલી નાખી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે સ્થિતિ એવી છે કે લોકો નળમાંથી આવતું પાણી પીને ટાઈફોઈડ જેવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે.”

📝 રિપોર્ટની વિગતો:

​તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ‘ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ’ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 100% નળ જોડાણનો દાવો કદાચ કાગળ પર સાચો હોય, પણ વાસ્તવિકતામાં માત્ર 47 ટકા ઘરોમાં જ પીવાલાયક પાણી પહોંચી રહ્યું છે. એટલે કે, 53% થી વધુ વસ્તી હજુ પણ શુદ્ધ પાણીથી વંચિત છે.

💧વોટર ક્વોલિટીમાં ગુજરાતનું પતન:

​ચોંકાવનારી વાત એ છે કે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાત છેક 30મા ક્રમે ધકેલાયું છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યો, જેમને આપણે પછાત ગણીએ છીએ, તેઓ પણ પાણીની શુદ્ધતામાં ગુજરાત કરતા આગળ છે.

📍જિલ્લાવાર સ્થિતિ:

  • ગાંધીનગર: માત્ર 31.9% ઘરોમાં શુદ્ધ પાણી.
  • અમદાવાદ: મેટ્રો સિટી હોવા છતાં 46.1% ઘરોમાં જ પીવાલાયક પાણી.
  • દાહોદ અને બનાસકાંઠા: આ જિલ્લાઓમાં તો સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં પીવાલાયક પાણી પહોંચાડવાના આંકડા શૂન્યની નજીક છે.

🏥 રોગચાળો અને બેદરકારી:

​છેલ્લા કેટલાક દિવસોમાં ગાંધીનગરના સેક્ટર 24, 28 અને આદિવાડા જેવા વિસ્તારોમાં ટાઈફોઈડના 130 થી વધુ કેસો નોંધાયા છે. ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં ભળવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. 30 વર્ષથી શાસન હોવા છતાં, જો પાયાની જરૂરિયાત ગણાતું પાણી પણ શુદ્ધ ન મળે, તો ‘વિકાસ’ સામે અનેક સવાલો ઊભા થાય છે.

“શું આ જ છે ગુજરાત મોડેલ? જ્યાં લોકોએ પીવાના પાણી માટે પણ પોતાના સ્વાસ્થ્યનું જોખમ ખેડવું પડે છે. સરકાર હવે આ કડવી વાસ્તવિકતા સ્વીકારીને ક્યારે સુધારો કરશે, તે જોવું રહ્યું.”

Trending

Exit mobile version