Gujarat

ગુજરાત: ‘કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે’- અરવિંદ કેજરીવાલ

Published

on

AAP એકલા હાથે જ ચૂંટણી લડશે અને લોકોના મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જશેઅરવિંદ કેજરીવાલ

  • કોંગ્રેસ-AAP ગઠબંધનના થયા છૂટાછેડા.
  • કેજરીવાલે કપાસના ખેડૂતો પર આયાત વેરો હટાવવા કરી માગ.
  • અમેરિકા સામે આપણી સરકાર બેબસ કેમ છે?’ 

ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં AAP ગુજરાતમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં કરે. આ જાહેરાત સાથે જ કોંગ્રેસ-AAP ગઠબંધનના છૂટાછેડા થઈ ગયા છે. આ જાહેરાત કરતા કેજરીવાલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, AAP એકલા હાથે જ ચૂંટણી લડશે અને લોકોના મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જશે.

અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં AAP ગુજરાતમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં કરે. આ જાહેરાત સાથે જ કોંગ્રેસ-AAP ગઠબંધનના છૂટાછેડા થઈ ગયા છે. આ જાહેરાત કરતા કેજરીવાલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, AAP એકલા હાથે જ ચૂંટણી લડશે અને લોકોના મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જશે.

Advertisement

કેજરીવાલે વધુમાં જનાવ્યું કે, “અમેરિકા સામે આપણી સરકાર બેબસ કેમ છે?” તેમણે આરોપ લગાવ્યો કે, “સરકાર અદાણી માટે ટ્રમ્પને નારાજ કરવા માગતી નથી, કારણ કે અદાણી સામે અમેરિકાની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.” સુરતના હીરા ઉદ્યોગની વાત કરતા કેજરીવાલે કહ્યું કે, “સુરતમાં હીરાના કારીગરો બેરોજગાર બન્યા છે અને રત્નકલાકારો પાસે પોતાના સંતાનોની ફી ભરવાના પણ પૈસા નથી.”

ગુજરાતના મુદ્દાઓ ઉપરાંત કેજરીવાલે પંજાબમાં આવેલા પૂર અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, પંજાબમાં 1800થી વધુ ગામો અને 3 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. તેમણે આ સંકટના સમયમાં પંજાબ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે પણ માહિતી આપી.

Advertisement

Trending

Exit mobile version