સુરત માં એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત! ગુજરાતના આ શહેરમાં જીવલેણ રોગચાળોનો આતંક! આરોગ્ય તંત્ર દોડતું થયું
- સચિનમાં પાંચ મહિનાના બાળકનું તાવમાં સંપડાયા બાદ મોત.
- રોગચાળામાં સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધો પર જોવા મળ
- હોસ્પિટલોમાં તાવના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા
ગુજરાતમાં વરસાદ પછી સુરતમાં રોગચાળો વકર્યો. શહેરમાં એક જ દિવસમાં તાવમાં ત્રણના મોત. સચિનમાં પાંચ મહિનાના બાળકનું તાવમાં સંપડાયા બાદ મોત. પાલમાં 38 વર્ષીય મોહમ્મદ સોએબ છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું. ઊન પાટિયા પાસે 45 વર્ષીય યુવકનું તાવ બાદ મોત. આરોગ્ય તંત્ર થયું દોડતું.
વરસાદ ન પાણી ભરાયા પછી આ રોગચાળામાં સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધો પર જોવા મળી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં માત્ર પાંચ મહિનાના બાળકનું તાવમાં સપડાયા બાદ કરુણ મોત થયું છે. આ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
બીજા એક કિસ્સામાં, પાલ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મોહમ્મદ સોએબને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો. તેમની તબિયત બગડતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું પણ મોત થયું. આ ઉપરાંત, ઊન પાટિયા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય એક યુવકનું પણ તાવના કારણે મોત થયું છે. એક જ દિવસમાં ત્રણ મોત થતાં શહેરમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.
આવી ગંભીર પરિસ્થિતિને જોતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)નું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, શહેરમાં ફૉગિંગ અને સફાઈ અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે. લોકોને સ્વચ્છતા જાળવવા અને પાણીનો ભરાવો ન થવા દેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલોમાં તાવના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્રો પર દવાઓ અને જરૂરી મેડિકલ સાધનોનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે.
જ્યારે હવે આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈને પણ તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, કે અન્ય કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લે. સમયસર સારવાર જ જીવ બચાવી શકે છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે સ્થાનિક પ્રશાસન અને નાગરિકોના સહયોગની ખૂબ જ જરૂર છે.