Gujarat

ગુજરાત : નર્મદા જિલ્લામાં પ્રથમ દિવસે તિલકવાડાથી વિકાસ સપ્તાહનો શુભારંભ કરાયો

Published

on

કાર્યક્રમ અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અને પર્યાવરણહિતેષી અભિગમ સાથે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરક ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

  • લોકોના જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે સરકાર-વહીવટીતંત્ર પ્રતિબદ્ધ – જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળા.
  • લાભાર્થીઓએ યોજનાકીય લાભો અંગે પોતાના અનુભવો રજૂ કર્યા : લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું

રાજપીપલા, મંગળવાર :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી સુશાસન વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે, નર્મદા જિલ્લામાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન યોજાનારા વિકાસ સપ્તાહનો આજે શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.વી. વાળાએ તિલકવાડા તાલુકાના વોરા ગ્રામ પંચાયત ખાતેથી કર્યો હતો.

શ્રી આર.વી. વાળાએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોનો આશય છેવાડાના માનવી સુધી સરકારી કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ તેનો સીધો લાભ લાભાર્થીને પહોંચાડવાનો છે. ગુજરાત રાજ્યની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ સતત વિકાસ-પ્રગતિ થઇ રહી છે. લોકોના જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન લાવવાના હેતુસર જિલ્લા વહીવટીતંત્ર પણ સતત કાર્યરત છે. વિકાસ સપ્તાહની ઉજવણી પ્રસંગે જિલ્લામાં આગામી સાત દિવસ સુધી વિકાસ રથ જિલ્લાના છ તાલુકામાં ભ્રમણ કરીને લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરશે અને વિકાસ અંગેની ફિલ્મ અને પ્રસાર-સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લાભાર્થીઓએ સરકાર તરફથી પ્રાપ્ત સહાય અને યોજનાકીય લાભોને કારણે પોતાના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન-બદલાવ અંગેના અનુભવ અધિકારીઓ, પદાધિકારીઓ તથા ઉપસ્થિત નાગરિકો સમક્ષ રજૂ કર્યા હતા. ઉપરાંત, લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળના યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, સૌએ સામૂહિક રીતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.નર્મદા જિલ્લામાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન આયોજિત વિકાસ સપ્તાહના અનુસંધાને, ગુજરાત સરકારની જનસેવા તથા સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતાને રજૂ કરતો “વિકાસ રથ” ગામેગામ ભ્રમણ કરશે અને નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપીને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરશે.

ઉપરાંત, સૌએ સામૂહિક રીતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.નર્મદા જિલ્લામાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન આયોજિત વિકાસ સપ્તાહના અનુસંધાને, ગુજરાત સરકારની જનસેવા તથા સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતાને રજૂ કરતો “વિકાસ રથ” ગામેગામ ભ્રમણ કરશે અને નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપીને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરશે.

આ તકે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય.એસ.ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રેમજીભાઈ ભીલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રણજીત કટારિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભૌમિક પટેલ, અગ્રણીશ્રી વિક્રમભાઈ તડવી, શ્રી જયેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી ગૌરાંગ બારિયા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, હોદ્દેદારો, સરપંચશ્રી-તલાટી કમ મંત્રીશ્રી, વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના આચાર્ય-શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Trending

Exit mobile version