Blog

આખરે પ્રજાની કમર ભાગી પછી સરકાર ઊંઘ ઉડી! 1 જ વર્ષમાં રસ્તા તૂટ્યા હોય ત્યાં કાર્યવાહીના નિર્દેશ

Published

on

ગુજરાતના ગાંધીનગરમાં મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.

  • સીએમની બેઠકમાં રસ્તાઓની બિસ્માર હાલત મુખ્ય મુદ્દો બન્યો હતો.
  • 1 વર્ષ પહેલાં જ બનેલા રસ્તાઓ તૂટી જતા જવાબદાર સામે પગલા લેવા અંગે સરકારે સૂચના આપી હતી. 

ગાંધીનગરમાં સીએમની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો કે, નવરાત્રિ બાદ રાજ્યભરમાં વિસ્તૃત માર્ગ સમારકામ હાથ ધરવામાં આવશે. આગામી તહેવારો દરમિયાન લોકો સરળતાથી અવર-જવર કરી શકે તે માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. 

જણાવતા કહ્યું કે, રોડ-રસ્તા સિવાય બેઠકમાં જળાશયો અને પાણીના સંગ્રહની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં દર વર્ષે પૂરથી થતા નુકસાનીના કાયમી ઉકેલ માટે વ્યૂહરચના પણ કરવામાં આવી હતી. અતિવૃષ્ટિથી પાકને થયેલા નુકસાન અંગે પણ ખેડૂતોને જલ્દી વળતર મળે તે માટે કડક સૂચના આપવામાં આવી હતી. 

Advertisement

Trending

Exit mobile version