UP ના રાયબરેલીના સાંસદ અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ દિશા (જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ) બેઠક યોજાઈ હતી.
- આ બેઠક દરમિયાન યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ અને રાહુલ ગાંધી વચ્ચે બોલાચાલી થઈ હતી.
- જેનો વીડિયો વાઈરલ થયો છે.
રાયબરેલી માં રાહુલ ગાંધીની બે દિવસીય મુલાકાતનો વિરોધ કરતાં ગઈકાલે દિનેશ પ્રતાપ સિંહ અને તેમના સમર્થકોએ ‘પાછા જાઓ’નો સુત્રોચ્ચાર કરી ધરણાં ધર્યા હતાં. ત્યારબાદ આજે યોજાયેલી દિશા બેઠકમાં દિનેશ પ્રતાપ સિંહ અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી. દિનેશ સિંહે આ બેઠક અંગે જણાવ્યું કે, રાહુલ ગાંધી દિશા બેઠકના મુદ્દાથી અલગ મુદ્દાઓ પર વાત કરવા માગતા હતા. અમે તેમને કહ્યું હતું કે, તેઓ દિશાના જે નિયમ છે, તે અંતર્ગત માત્ર બેઠક કરી શકે છે. રાહુલ ગાંધી દિશાના સુપરવાઈઝર છે. જો કોઈ તેના માલિક બનવાનો પ્રયાસ કરશે તો અમે ચલાવી લઈશું નહીં.
વીડિયોમાં રાહુલ ગાંધી અને દિનેશ સિંહ દલીલ કરતાં જોવા મળે છે. જેમાં રાહુલ કહી રહ્યા હતા કે, હું તેનો અધ્યક્ષ છું. આવુ થોડી ચાલે. પરંતુ દિનેશ સિંહે સામે વળતો જવાબ આપ્યો કે, હું આ મંચનો રાજનીતિ માટે ઉપયોગ થવા નહીં દઉં, એવું ક્યાય લખ્યું નથી. દિશાના જે 43 કાર્યક્રમ છે, તેની બહાર બેઠક થવા દઈશ નહીં.