વડોદરા એરપોર્ટ પર આજે સવારે દિલ્હી જતી ફ્લાઈટમાં વિદેશી નાગરિક મુસાફરી કરે તે પહેલાં તેની બેગમાંથી બંદૂકની ગોળીના બે ખાલી ખોખા મળી આવતા પોલીસ દોડતી થઈ હતી.
- એરપોર્ટ પર બેગમાંથી બંદૂકની ગોળીના બે ખાલી ખોખા મળી આવતા પોલીસ દોડતી થઈ.
- યુ.કેના નાગરિક 48 વર્ષીય સાયમન જેફરી હેરિસ દિલ્હી જઇ રહ્યા હતા.
વડોદરા એરપોર્ટ પર વિદેશી નાગરિકને હરણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ખાલી કેસ અંગે પૂછતાછ શરૂ કરી હતી. વિદેશી નાગરિકની બેગમાંથી આવી શંકાસ્પદ વસ્તુ મળતા કેન્દ્રીય એન્જસીઓ તપાસમાં જોડાઈ હતી. આજે સવારે દિલ્હી જતી ફ્લાઈટમાં વિદેશી નાગરિક મુસાફરી કરે તે પહેલાં તેની બેગમાંથી બંદૂકની ગોળીના બે ખાલી ખોખા મળી આવતા પોલીસ દોડતી થઈ હતી.
હરણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એસ વી વસવા સાથે આ મામલે તપાસ કરી રહ્યા છે આજે સવારે વડોદરા એરપોર્ટ પર યુ.કેના નાગરિક 48 વર્ષીય સાયમન જેફરી હેરિસ દિલ્હી જવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓની બેગ સ્કેનિંગ કરતા સુરક્ષામાં તૈનાત જવાનોને શંકાસ્પદ વસ્તુ જણાતા બેગની તપાસ કરવામાં આવી હતી. બર્ગ તપાસતા તેમાંથી ગન બુલેટના બે ખાલી કેસ મળી આવ્યા હતા. જેથી એરપોર્ટ સિક્યુરિટી દ્વારા હરણી પોલીસને જાણ કરાતા વિદેશ નાગરિકને પોલીસ સ્ટેશન લાવી પૂછતાછ શરૂ કરવામાં આવી હતી.