રાજધાની પેરિસમાં તોડફોડથી લઈને આગચંપીની ઘટનાઓ પણ જોવા મળી રહી છે.
- ફ્રાંસ માં પ્રજા માર્ગો પર ઊતરી આવી છે.
- વિરોધ પ્રદર્શનો સોશિયલ મીડિયા પર ‘બધું બ્લોક કરો’ ના કોલથી શરૂ થયા હતા.
હજુ નેપાળ માં જ થયું હતું ,હવે ફ્રાન્સના માર્ગો પર સરકાર વિરુદ્ધ લોકોનો રોષ ભભૂક્યો છે. પ્રજા માર્ગો પર ઊતરી આવી છે અને લોકો ઈમેનુએલ સરકારની નીતિઓ વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે. રાજધાની પેરિસમાં તોડફોડથી લઈને આગચંપીની ઘટનાઓ પણ જોવા મળી રહી છે ત્યારે એક તરફ પોલીસ સામે પણ લોકોએ પથ્થરમારો કર્યાના અહેવાલ સામે આવ્યા છે.
ફ્રાન્સના લોકો પ્રમુખ ઇમેનુએલ મેક્રોન સામે દેખાવો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મેક્રોન સરકારે લોકોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે કંઈ કર્યું નથી અને તેમનું નાણાકીય વ્યવસ્થાપન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનો સોશિયલ મીડિયા પર ‘બધું બ્લોક કરો’ ના કોલથી શરૂ થયા હતા અને હવે લોકો સંગઠિત રીતે વિરોધ કરવા માટે બહાર આવ્યા છે.