આ તો તપાસમાં સામે આવ્યું કે, પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દ્વારા દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણામાં એજન્ટોને વેચતો હતો.
- નકલી ટોલપ્લાઝા અને કોર્ટ સામે આવ્યા બાદ
- અડાજણ વિસ્તારમાં PCB-SOGની કાર્યવાહી કરતા.
- અહીં આ તમામ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા
ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી હોવાનું સામે આવી ચુક્યું છે. જેમાં ખાદ્ય વસ્તુઓથી લઈને પોલીસ, કોર્ટ અને ટોલ પ્લાઝા સુધીની વસ્તુઓ નકલી હોવાનો ખુલાસો થયો હતો. હવે આ યાદીમાં અન્ય એક સમાવેશ થઈ ચુક્યો છે. હકીકમતાં સુરતમાંથી હવે નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.
જાણવા મળ્યા મુજબ, સુરત PCB અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામનો વ્યક્તિ નકલી વિઝા બનાવતી ફેક્ટરી ચલાવતો હતો. આ ફેક્ટરીમાં યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ જેવા દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હતા.
જેના પરથી સામે આવ્યું કે, અહીં આ તમામ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા. પોલીસે આ મામલે પ્રતિક શાહની ધરપકડ કરી છે અને તેની પાસેથી પણ 5 વિઝા સ્ટીકર મળ્યા હતા, તે જપ્ત કર્યા છે.