Gujarat

શિક્ષણ બોર્ડની જાહેરાત: GUJCET પરીક્ષાના તમામ સેટની આન્સર-કી gseb.org પર ઉપલબ્ધ, જાણો કેવી રીતે જોવી

Published

on

  • ઉમેદવારો માટે મોટા સમાચાર: 29 માર્ચના રોજ લેવાયેલી ગુજકેટ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ પર પ્રસિદ્ધ.
  • સેટ 1 થી 20 ઉપલબ્ધ: ગણિત, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના તમામ સેટની આન્સર-કી ગુજરાતી સહિત ત્રણેય માધ્યમોમાં જાહેર.
  • વાંધા અરજીની તક: જો કોઈ ઉત્તર સામે શંકા હોય તો 8 એપ્રિલ સુધીમાં પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરી શકાશે.
  • રિફંડેબલ ફી: પ્રશ્ન દીઠ ₹500 ફી ભરવી પડશે; જો રજૂઆત સાચી ઠરશે તો બોર્ડ ફી પરત કરશે.

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી ‘ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ’ (GUJCET)-2026 ની પ્રોવિઝનલ આન્સર-કી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. ગત 29 માર્ચના રોજ રાજ્યભરમાં યોજાયેલી આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ નસીબ અજમાવ્યું હતું.

🧐વેબસાઇટ પર વિગતો ઉપલબ્ધ:👇

https://www.gsebeservice.com/assets/news/GUJCET-2026%20PROVISIONAL%20ANSWER%20KEY.pdf 👈

શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સેટ નંબર 1 થી 20 ની આન્સર-કી મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના પેપર સેટ મુજબ ઉત્તરોની ચકાસણી કરી શકશે. આ આન્સર-કી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમોના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.

🛑વાંધા રજૂ કરવાની પ્રક્રિયા:

જો કોઈ વિદ્યાર્થીને લાગે કે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો ઉત્તર ખોટો છે, તો તેઓ 8 એપ્રિલ, 2026 ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆત કરી શકે છે. આ માટે ઉમેદવારે નિયત નમૂનામાં ફોર્મ ભરીને જરૂરી આધારો સાથે gujcetkey@gmail.com પર ઈ-મેઈલ કરવાનો રહેશે.

🫰ફી અને રિફંડની જોગવાઈ:

મહત્વની વાત એ છે કે, દરેક પ્રશ્ન દીઠ વાંધો ઉઠાવવા માટે ₹500 ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ ફી SBI બેંકમાં ચલણ દ્વારા ભરી તેની નકલ ઈ-મેઈલ સાથે જોડવી અનિવાર્ય છે. જો શિક્ષણ બોર્ડના નિષ્ણાતોની તપાસમાં વિદ્યાર્થીની રજૂઆત સાચી ઠરશે, તો ભરેલી ફી ઉમેદવારને પરત (Refund) કરવામાં આવશે. જોકે, ફી વગરની કે સમયમર્યાદા બાદ મોકલેલી કોઈ પણ અરજીને બોર્ડ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં.

📝પ્રોવિઝનલ આન્સર-કી બાદ હવે ટૂંક સમયમાં ફાઈનલ આન્સર-કી અને ત્યારબાદ ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે, જેના આધારે રાજ્યની ટેકનિકલ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.

Trending

Exit mobile version