Gujarat

વડોદરામાં ત્રણ દિવસ ડ્રોન ઉડાડવા મનાઈ! આવતીકાલથી PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ સુરક્ષા કડક

Published

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૩૦મી ઓક્ટોબરે સાંજે દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા આવશે. વડોદરા એરપોર્ટ પર એરક્રાફ્ટ ચેન્જ કરીને હેલિકોપ્ટરમાં એકતા નગર ખાતે જશે.

  • તા. ૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નીમીત્તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.
  • PM આગમનને લઈને તા. ૨૯મીથી તા. ૩૧મીએ મધરાત સુધી શહેરમાં સમગ્ર પોલીસ કમિશનરેટ વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો
  • એકતા નગર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યુહાત્મક પ્લાન ઘડવામાં આવ્યો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ત્રણ દિવસ વડોદરામાં નો ડ્રોન ફ્લાયઝોન જાહેર કરવામાં આવ્યો છે, PM મોદી એરપોર્ટથી કેવડિયા જવા રવાના થશે અને એરપોર્ટથી PM મોદી હેલિકોપ્ટરથી કેવડિયા જશે.

ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નીમીત્તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પૂર્વ સંધ્યાકાળે વડોદરા હવાઈ મથકે મોદીનું આગમન થશે. તે પૂર્વે વડોદરા શહેર, ગ્રામ્ય તેમજ નર્મદા પોલીસ દ્વારા સંયુક્ત રીતે બંદોબસ્તની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. વડા પ્રધાનના આગમનને લઈને તા. ૨૯મીથી તા. ૩૧મીએ મધરાત સુધી શહેરમાં સમગ્ર પોલીસ કમિશનરેટ વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

જાણવું જરૂરી છે કે, ગુજરાતમાં નવા વર્ષના આ સૌથી મોટા બંદોબસ્તનો અભ્યાસ કરવા માટે યુ. પી., પંજાબ, દક્ષિણ ભારત, ઉત્તર ભારત, હરિયાણા સહિતના રાજ્યોમાંથી ૨૫થી વધુ આઈ.પી.એસ. તેમજ સમકક્ષ કક્ષાના પોલીસ અધિકારીઓ કેવડિયા કોલોની (એકતા નગર) ખાતે આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૩૦મી ઓક્ટોબરે સાંજે દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા આવશે. વડોદરા એરપોર્ટ પર એરક્રાફ્ટ ચેન્જ કરીને હેલિકોપ્ટરમાં એકતા નગર ખાતે જશે.

એમાં તા. ૩૧મી ઓક્ટોબરે એકતા નગર ખાતે યોજાનારી ખાસ પરેડમાં ઉપસ્થિત રહેશે. એકતા નગર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યુહાત્મક પ્લાન ઘડવામાં આવ્યો છે. જવાબદારી વિવિધ રાજયોમાંથી ડી.જી.પી. કક્ષાના અધિકારીઓને વિવિધ પાસાઓની સોંપાઈ છે. મોદીના આગમન પૂર્વે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના નેતૃત્વમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને વડોદરા તાલુકા તેમજ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીથી વડાપ્રધાન મોદી હવાઈમાર્ગે હરણી એરપોર્ટ પર તા. ૩૦મીએ આવશે. જે બાદ વાયુસેનાના હેલિકોપ્ટરમાં વડોદરાથી કેવડિયા જશે. ખરાબ હવામાનને કારણે હવાઈ યાત્રા રદ થાય તો મોદી માટે બાય રોડ કેવડિયા લઈ જવા બે જિલ્લામાં વૈકલ્પિક વ્યવસ્થા કરાશે.

જ્યારે કેવડિયા પ્રવાસ માટે વડાપ્રધાન મોદીનો મોટર કાફલો પણ બાય રોડ કેવડિયા જશે. ઉલ્લેખનિય છે કે, અગાઉ ૨૦૧૭માં ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન મોદીનું કેવડિયા જતા હેલિકોપ્ટરનું ડભોઈના હેલિપેડ ખાતે ઈર્મજન્સી લેન્ડિંગ થયું હતું. જે બાદ છેલ્લી ઘઢીએ મોદીને બાય રોડ ડભોઈથી કેવડિયા લઈ જવાયા હતાં. તે ક્ષણે સુરક્ષા કર્મચારીઓમાં ભારે દોડધામ થઈ હતી.

Trending

Exit mobile version