Gujarat

કોલેજ સમયનો પ્રેમસંબંધ મહિલા કોન્સ્ટેબલના મોતનું કારણ બનયુ, હત્યા કેસમાં આવ્યો નવો વળાંક ઘટસ્ફોટ

Published

on

હત્યા કરનાર આરોપી મોહન પારઘીની અમરેલીથી ધરપકડ આરોપી મોહન અને મૃતક કોન્સ્ટેબલ રીંકલ વચ્ચે હતા પ્રેમસંબંધ કોલેજ કાળથી મોહન અને રીંકલ હતા એકબીજાના સંપર્કમાં હતા.

  • હત્યા કરનાર આરોપી મોહન પારઘીની અમરેલીથી ધરપકડ
  • આરોપી મોહન અને મૃતક કોન્સ્ટેબલ રીંકલ વચ્ચે હતા પ્રેમસંબંધ
  • કોલેજ કાળથી મોહન અને રીંકલ હતા એકબીજાના સંપર્કમાં

ગાંધીનગરમાં સેક્ટર 24માંથી મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલા પોલીસકર્મી અમદાવાદમાં ફરજ બજાવે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આજે આ કેસમાં અનેક મોટા ખુલાસા થયા છે.

મહિલા કોન્સ્ટેબલની હત્યા કેસમાં હત્યા કરનાર આરોપી મોહન પારઘીની અમરેલીથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી મોહન અને મૃતક કોન્સ્ટેબલ રીંકલ વચ્ચે પ્રેમસંબંધ હતા. કોલેજ કાળથી મોહન અને રીંકલ એકબીજાના સંપર્કમાં હતા. છેલ્લા 15 વર્ષથી રીંકલ વણઝારા સાથે મોહનના સંબંધ હતા. લગ્ન પછી પણ મોહને રીંકલ સાથે પ્રેમસંબંધ રાખ્યા હતા.

Advertisement

રીંકલ મોહનને લગ્ન માટે વારંવાર દબાણ કરતી હતી. જેમાં લગ્ન બાબતે ઝઘડો થતા મોહને પ્રેમિકા રીંકલની હત્યા કરી છે. ક્વાર્ટ્સમાં રીંકલની હત્યા કરી મોહન અમરેલી ભાગી ગયો હતો. તેમજ અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં રીંકલ ફરજ બજાવતી હતી. ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે એક અમરેલીના શંકાસ્પદ શખસને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી હતી. મોહને પોતાના ગુનાની કબુલાત પણ કરી લીધી હોવાનો પોલીસનો દાવો છે.

Advertisement

Trending

Exit mobile version