ચોમાસુ સત્રના અંતિમ દિવસે ‘કારખાના બિલ’ પર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જાણો બિલ પર શું ગંભીર સવાલો ઉઠ્યા.
- વિધાનસભામાં Gopal Italia -Kantilal Amrutia નો તૂ-તું-મેમે
- ગોપાલ ઈટાલિયાની સ્પીચ દરમિયાન કાંતિ અમૃતિયા ગુસ્સે ભરાયાં.
- ઈટાલિયાની ચાલુ બે વાર કાંતિ અમૃતિયા ઉભા થતાં અવરોધ
- કાંતિ અમૃતિયાએ વચ્ચે કહ્યું “રોજગારી માટે લોકો ગુજરાત આવે છે”
- ગોપાલે વળતો જવાબ આપતા કહ્યું કે “તો ગુજરાતીઓ વિદેશ શા માટે જય છે.
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે, જેની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી કરવામાં આવી હતી. આ સત્રમાં કેટલાક મહત્વના વિધેયકો રજૂ કરવામાં આવી રહ્યા છે, જેમાંનું એક છે ‘કારખાના (ગુજરાત સુધારા) બિલ, 2025’. આ વિધેયક પર ગૃહમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન વાતાવરણ એકાએક ગરમાયું હતું.
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે આ બિલને લઈને ઉગ્ર શાબ્દિક ટપાટપી થઈ હતી, જેના કારણે ગૃહમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. ચર્ચા દરમિયાન, કાંતિ અમૃતિયાએ શ્રમિકોના મુદ્દે ટિપ્પણી કરતાં કહ્યું કે, “લોકો બહારથી કામ કરવા આવે છે.” આના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ તીખી પ્રતિક્રિયા આપતા સવાલ કર્યો કે, “જે લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જાય છે, તેમનું શું?” આ ટૂંકી બોલાચાલીએ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે અધ્યક્ષ રમણ વોરાને વચ્ચે પડીને બંને સભ્યોને શાંત પાડવા પડ્યા.