🚨 અંકલેશ્વર: (ભરૂચ) ગુજરાતમાં માર્ગ અકસ્માતોની વણથંભી ઘટનાઓ વચ્ચે આજે વહેલી સવારે અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક એક અત્યંત કરૂણ અને ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. બાઇક અને રિક્ષા વચ્ચે થયેલી ધડાકાભેર ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર એક મહિલાને બહાર નીકળવાનો કોઈ મોકો મળ્યો નહોતો, અને તે ઘટનાસ્થળે જ જીવતી સળગી જતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
મૃત્યુ: રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતું સળગી જતાં કરૂણ મોત.
ઈજાગ્રસ્ત: આ ભયાનક દુર્ઘટનામાં અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી છે.
તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
⚠️ઘટનાસ્થળની પરિસ્થિતિ:
✓ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરો સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, અકસ્માત અને આગના કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
✓ જીઆઈડીસી પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી તથા તપાસ શરૂ કરી છે.