Gujarat

કાલુપુર બ્રિજ પાસે આજે મોટી દુર્ઘટના સર્જાઈ, રેલવે સ્ટેશન તરફનાં હિસ્સાની એક સાથે 10 દુકાન અચાનક ધરાશાયી,અફરાતફરીનો માહોલ

Published

on

જ્યારે ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં વિવિધ ગાડીઓ ત્યાં પહોંચી છે અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે.

  • રેલવે સ્ટેશન તરફનાં હિસ્સાની દુકાનો એક સાથે તૂટી પડી
  • ફાયરની વિવિધ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી
  • કાલુપુર બ્રિજ પરની દુકાનનાં રિ-ડેવલમેન્ટની ચાલી રહી છે વાતો

હાલ અમદાવાદનાં કાલુપુર બ્રિજ પાસે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. રેલવે સ્ટેશન તરફનાં હિસ્સાની એક સાથે 10 દુકાન અચાનક તૂટી પડી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ છે. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં વિવિધ ગાડીઓ ત્યાં પહોંચી છે અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. સદનસીબે હાલ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. કાલુપુર બ્રિજ નજીકની દુકાનનાં રિ-ડેવલમેન્ટની વાતો પણ ચાલી રહી છે

રાજ્યનાં સૌથી વ્યસ્ત વિસ્તારો પૈકીનો એક અમદાવાદનો કાલુપુર વિસ્તાર, જ્યાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. કાલુપુર વિસ્તાર અમદાવાદની ઓળખ સમા સૌથી જૂનો અને જાણીતો વિસ્તાર છે. અહીં, જૂનાં વિવિધ માર્કેટ અને અમદાવાદ રેલવે સ્ટેશન આવેલા છે. જો કે, દરરોજ લોકોથી ધમધમતા આ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. કાલુપુર બ્રિજ પાસે રેલવે સ્ટેશન તરફનાં હિસ્સામાં આવેલ 10 દુકાન એક સાથે તૂટી પડી છે.

જ્યારે કાલુપુર બ્રિજ પરની 10 દુકાન જર્જરિત અવસ્થામાં હોવાથી તૂટી પડી છે. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિનાં સમાચાર નથી પરંતુ, એક સાથે 10 દુકાનો ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગ  અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમ પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે. માહિતી અનુસાર, ઘણા સમયથી કાલુપુર બ્રિજ પરની દુકાનનાં રિ-ડેવલમેન્ટની વાતો પણ ચાલી રહી છે પરંતુ, અત્યાર સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી.

Trending

Exit mobile version