પોતાના પર આવે એટલે બીજાને આગળ ધરી દેવાનો રિવાજ રાજકારણમાં વર્ષો જૂનો છે. જોકે હવે આ રિવાજ પોલીસના આંતરીક વિભાગોમાં પણ જોવા મળે છે. ગુજરાતના શહેરમાં પોલીસની એક શાખા અને તેમાં બેઠેલા ખજાનચીઓની મિલીભગતની ચર્ચા રાજ્યભરમાં ફેલાઈ હતી. શાખાના અધિકારીની ઉંઘ હરામ થઈ ગઈ હતી! એટલે તેઓએ પોતાના બાતમીદાર નેટવર્ક નો ઉપયોગ કરીને પોતાના અને શાખા પરથી લોકોનું ધ્યાન ખસી જાય તે માટે એક તરકટ ઉભું કરાવ્યું હોવાની ચર્ચા પોલીસ બેડામાં છે.
વાત છે એક બુટલેગરની, QCB શાખાનો એક સમયનો બાતમીદાર સમય વિતતાની સાથે સાથે બુટલેગર થઈ ગયો,QCBના આશીર્વાદથી બુટલેગરનો ધંધો ધમધોકાર ચાલતો હતો. પછી અચાનક એક ગુજસીટોકની ગાજ પડતા જ બુટલેગર આલમમાં ફફડાટ વ્યાપી જતા બાતમીદાર કમ બુટલેગર પોતાના ધંધાના પાટિયા પાડીને ભૂગર્ભમાં ઉતરી ગયો.
આ બાતમીદાર કમ બુટલેગર ફક્ત QCBનો બાતમીદાર નહતો.રાજ્યવ્યાપી એજન્સી CMCનો પણ બાતમીદાર હતો. એટલે પ્રતિસ્પર્ધીઓના પાટિયા પડાવવા માટે પણ એ જાણીતો થયો હતો. દારૂનો ધંધો બંધ કરીને આ બુટલેગર કમ બાતમીદાર પોતાનું કિસ્મત અજમાવવા માટે આણંદ જિલ્લાના પ્રચલિત જુગરધામ પર જુગાર રમવા માટે જવા લાગ્યો હતો. ત્યાં તે લાખોનો જુગાર રમતો હતો. અને તેની હરજીતની ચર્ચા તેના પોતાના શહેરમાં પણ થવા લાગી હતી. બુટલેગર કમ બાતમીદારના લાખોના દાવપેચ માટે તે પોતાના શહેર માંજ ધમધમતા જુગરધામ પર દાવ લગાવવા લાગ્યો હતો. આ જુગારધામ સ્થાનિક એજન્સી QCBના આશીર્વાદથી વર્ષોથી બેરોકટોક ધમધમતું હતું.
આ દરમિયાન QCBની નિષ્ફળતા અને તેના ગોઠવણની નીતિઓ સામે અનેક સવાલો ઉભા થતા ડી કંપની ચર્ચામાં આવી ગઈ. અને QCBના અધિકારીની ભારે બદનામી શરૂ થઈ ગઈ. અધિકારીએ વિચાર્યુ કે પોતાના પરથી ધ્યાન ખસેડવા માટે કંઈક તો કરવું પડશે અને તે માટે આ બુટલેગર કમ બાતમીદારને યાદ કરવામાં આવ્યો. બાતમીદારને સમજાવવામાં આવ્યું કે, CMCનો સંપર્ક કરીને પ્રાઈમ બ્રાન્ચની નજીક ધમધમતા જુગરધામ પર રેઇડ કરાવો! અને એમાં બાતમીદાર પોતે આરોપી તરીકે એડ થાય તેવી વ્યવસ્થા ગોઠવી દો,જેથી બાતમીદાર પર કોઈને શંકા ન જાય!
એટલે થોડા સમય પહેલા પ્રાઈમ બ્રાન્ચની નજીક ચાલતા જુગારધામ પર અચાનક CMCનો દરોડો પડ્યો જુગરધામ સંચાલક સહિત કેટલાક ખેલીઓ પકડાઈ ગયા જ્યારે કેટલાક ખેલીઓને નામજોગ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા! વોન્ટેડ જાહેર થયેલા ખેલીઓમાં પેલો બુટલેગર કમ બાતમીદાર પણ શામેલ હતો. બાતમીદાર પકડાયો નહીં એટલે શંકા વધુ મજબૂત થઈ! પોલીસ વિભાગના જાણકારો આ થિયરીના પ્લોટ અને ઘટનાક્રમ જોઈને કોણ કોણ અને કેવી કેવી રીતે શામેલ થયું, તેનો ક્યાસ લગાવી રહ્યા છે.
બુટલેગર અને બાતમીદારનું હવે શું થશે?
નામચીન બુટલેગર અને QCB અને CMCનો બાતમીદાર હાલ જુગારના કેસમાં વોન્ટેડ છે. જુના જાણકાર અને અનુભવી પોલીસકર્મીઓ જણાવી રહ્યા છે કે,જુગારધારા વોન્ટેડ આરોપી તરીકે ચાર્જશીટ થાય ત્યાં સુધી આરોપી ધરપકડ ટાળે તો તેની સામે ગુન્હો સાબિત થાય તેવી શક્યતાઓ નહિવત હોય છે. જે સમયે ગુન્હો નોંધાયો તે સમયે પોતે અલગ લોકેશન પર હતો તેવું કોર્ટમાં સાબિત કરીને પોતે નિર્દોષ પણ છૂટી શકે છે!
નોંધ: આ થિયરીનું ફેક્ટ ફાઇન્ડર સમર્થન કરતું નથી.