Stock market: ગયા વર્ષે, 2024 માં, FII એ આશરે ₹1.21 લાખ કરોડના શેર વેચ્યા હતા. જોકે, આ અગાઉનો રેકોર્ડ 2025 ના માત્ર નવ મહિનામાં જ તૂટી ગયો છે.
- મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, FIIની વેચવાલી પાછળ ઘણા મોટા કારણો
- ઘણા સેક્ટર્સમાં નફાની ગતિ ધીમી જણાઈ રહી છે. FIIને ઝડપી ગ્રોથ જોઈએ
વર્ષ 2025માં ભારતીય શેર માર્કેટ Stock Market માં એક રેકોર્ડ બની રહ્યો છે. વિદેશી રોકાણકારો એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે FII આ વર્ષે અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના શેર્સ વેચી દીધા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આઉટફ્લો છે. ખાસ વાત એ છે કે વર્ષ પૂર્ણ થવામાં હજી 3 મહિના બાકી છે. એટલે કે ભારતીય શેર માર્કેટને હજી વધુ ઝટકા લાગી શકે છે. ગત વર્ષે પણ વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટીનું મોટાપાયે વેચાણ કર્યું હતું અને આ વર્ષે પણ વિદેશી રોકાણકારોનું વલણ એ જ રહ્યું છે. સરકાર દ્વારા ટેક્સ કપાત, મોનેટરી ઈઝિંગ Monetary Easing અને GST 2.0 જેવા પગલાં ભરવામાં આવ્યા, જેથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ જાળવી શકાય. જોકે, આ સુધારાની અત્યાર સુધીમાં કોઈ મોટી અસર FII ફ્લો પર નથી જોવા મળી.
- ભારતીય સ્ટોક્સ ઘણા ગ્લોબલ માર્કેટ્સની સરખામણીએ ઊંચી પ્રાઇસ ટૂ અર્નિંગ (P/E) પર ટ્રેડ થઈ રહ્યા છે. ત્યારે સસ્તું અને વધુ સારો વૈકલ્પિક રોકાણ તેમને બહાર ખેંચી રહ્યું છે.
- ઓઈલની કિંમતોમાં ઉછાળો અને ગ્લોબલ જીયોપોલિટિકલ અનિશ્ચિતતાઓ ભારતને વધુ સંવેદનશીલ બનાવે છે.
જો અમેરિકા સાથે જોડાયેલ ટેરિફ અનિશ્ચિતતાઓ સુધારે છે, તો FIIના પૈસા ફરીથી ભારત તરફ કૂચ કરી શકે છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ, ટેલિકોમ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને હેલ્થકેર જેવા સેક્ટર્સમાં પૈસાનું રોકાણ થશે, જ્યાં FIIની ભાગીદારી પહેલાંથી જ વધુ છે. તેમજ કેપિટલ ગૂડ્સ અને પાવર યુટીલીટી જેવા અંડર ઓન્ડ સેક્ટરમાં પણ રોકાણની સંભાવના વધી શકે છે.