100થી વધુ મહિલા અને પુરુષ દિવ્યાંગ ઉમેદવારોએ ભાગ લીધો હતો.
વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં આવેલ 11 જેટલી વિવિધ કંપની દ્વારા ઈન્ટરવ્યુ લેવા માં આવ્યા
તરસાલી આઈ.ટી.આઈ ફોર ડિસેબલ ખાતે મોડેલ કરીયર સેન્ટર મદદનીશ નિયામક (રોજગાર) મેળો યોજાયો. જેમાં નોકરીદાતાઓએ એચ.આર., મેઇન્ટેનન્સ, સ્ટોર, ક્વોલિટી, ટ્રેઈની, પ્રોડક્શન, કોમ્પ્યુટર ઓપેરેટર, પેકર, શોર્ટર, હેલ્પર જેવી 150 થી વધુ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લીધા હતા. વડોદરા જિલ્લા કલેકટર ડો.અનિલ ધામેલીયા, મદદનીશ નિયામક (રોજગાર) શ્રી અલ્પેશ ચૌહાણ, નોડલ આઈટીઆઈ પ્રીન્સીપાલ શ્રી એ.આર.શાસ્ત્રી, ડીસેબલ આઈટીઆઈના પ્રીન્સીપાલ શ્રી તેજષ દરજી તથા NCSDA તથા જીલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મચારી દ્વારા હાજર રહીને ઉમેદવારો અને નોકરીદાતાને પ્રોત્સાહીત કર્યા હતા .
જીલ્લાના કલેકટરશ્રી અનિલ ધામેલીયા તથા મદદનીશ નિયામક (રોજગાર) શ્રી અલ્પેશ ચૌહાણ, નોડલ આઈટીઆઈ પ્રીન્સીપાલશ્રી એ.. આર. શાસ્ત્રી, ડીસેબલ આઈટીઆઈના પ્રીન્સીપાલશ્રી તેજષ દરજી તથા NCSDA તથા જીલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મચારી દ્વારા હાજર રહીને ઉમેદવારો અને નોકરીદાતાને પ્રોત્સાહીત કર્યા હતા .
વડોદરાના તરસાલી આઈ.ટી.આઈ ફોર ડિસેબલ ખાતે મોડેલ કરીયર સેન્ટર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અને નેશનલ કરીઅર સેન્ટર ફોર ડીફરન્ટલી એબલ ફોર વુમન દ્વારા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો, તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઇ. જેમાં 100થી વધુ મહિલા અને પુરુષ દિવ્યાંગ ઉમેદવારોએ ભાગ લીધો હતો. વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં આવેલ 11 જેટલી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓએ 40% કે તેથી વધુબઓછી દ્ષ્ટીવાળા,ઓર્થો લોકોમોટર ડીસેબીલીટી , શ્રવણ ક્ષતી ,બોલવાની ક્ષતી વામનતાતથા ઓટીઝમની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈને પ્રાથમિક પસંદગી કરી હતી. અને નોકરીના સ્થળ સુધી સ્વતંત્ર રીતે હલનચલન તેમજ આવ-જા કરી શકે તેમજ હાથથી કામ કરી શકે તેવા 18 થી 35 વર્ષના દિવ્યાંગ ઉમેદવારો જોડાયા હતા.
ભરતી મેળામાં દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીની સ્વરોજગાર લોન સહાય યોજનાઓ, ઉધ્યોગ સાહસીકતા અંગે તેમજ રોજગારલક્ષી ફ્રી વોકેશનલ કોર્ષ તાલીમ અંગે વિના મુલ્યે માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. તેમજ ઓનલાઈન રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ પોર્ટલ પર ઓનલાઈન રોજગારી શોધવા માટે નામ નોંધણી કરવામા આવી હતી.