Vadodara
અમદાવાદ અને સુરતની સફાઇ સેવકોની ટીમ વડોદરા શહેરમાં કામે લાગી
Published
5 months agoon
વડોદરા પૂરની સ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે સ્વચ્છતા પર યુદ્ધના ધોરણે કામ થાય તે માટે અમદાવાદ અને સુરત પાલિકાની સફાઇ સેવકોની ટીમો મશીનરી સાથે વડોદરા આવી પહોંચી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઇન્દ્રપુરી અતિથીગૃહ ખાતે ટીમોને એકત્ર કરવામાં આવી રહી છે. અને ત્યાર બાદ તેમના કામની વહેંચણી કરવામાં આવનાર છે. વડોદરામાં પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે. આ પાણી ઉતરે તેવામાં યુદ્ધના ધોરણે સફાઇ કાર્ય થાય તે માટે બે શહેરોની ટીમો વડોદરા માટે મહત્વની સાબિત થશે.
વડોદરા છેલ્લા ત્રણ દિવસથી પૂરની સ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે. તાજેતરમાં સત્તાધીશો દ્વારા આજવા સરોવરના દરવાજા બંધ કરીને શહેરને પૂરમાંથી ઉગારવા માટેનું કેલ્ક્યૂલેટેડ રીસ્ક લીધું હતું. જે હાલ ફળીભૂત થતું જોવા મળી રહ્યું છે. આજે સવારથી જ વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટી રહ્યું છે. જે બાદ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પણ પાણી ઓસરવાના શરૂ થઇ ગયા છે. જેને પગલે જે તે વિસ્તારોમાંથી પાણી સાથે આવેલી ગંદકી દુર કરવા માટે અમદાવાદ અને સુરત પાલિકાની ટીમો વડોદરા આવી પહોંચી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના 100 સફાઈ કર્મચારી, બે અધિકારી, 10 જે.સી.બી અને અન્ય વાહનો વડોદરા આવી પહોંચ્યા છે.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, પૂરના પાણી ઓસરી રહ્યા છે. આજવા ડેમના દરવાજા બંધ કરવાના કારણે શહેરમાંથી પાણી ઓસરી રહ્યા છે. કિનારાના વિસ્તારોમાં પાણી છે. તે પાણી ઓસરી જશે. હવે અમારો ટાર્ગેટ છે કે, શહેરની ઝડપથી સાફસફાઇ કરી, અને સ્વચ્છ બનાવવાનું છે. પુનસ્થાપન સાથે લોકોના સ્વાસ્થ્યની જાળવણી પણ છે. જ્યાં જ્યાં પાણી ભરાયેલું છે ત્યાં ત્યાં ફૂડ વિતરણની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને સુરતમાંથી સ્પેશિયલ ટીમ ફાળવી છે. આપણી પાલિકાની સફાઇ ટીમ સાથે મળીને શહેરને ઝડપથી ચોખ્ખું અને સ્વચ્છ કરવામાં આવશે. વોર્ડ પ્રમાણે, ડમ્પર, જેસીબી મશીન, ટ્રેક્ટર, સુપર સકર મશીન પણ ફાળવવામાં આવ્યું છે.
You may like
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા
-
પાલિકાના વ્હીકલપૂલમાં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!