પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવતા તબીબોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે, વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ અગાઉ શાંતિ પૂર્વક કેન્ડલ માર્ચ યોજી પીડિતાને ન્યાય આપવા અને દોશી તો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.જે બાદ શુક્રવારે તમામ તબીબોએ હડતાળ પાડી કામગીરીથી અળગા રહ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજમાં મહિલા તબિયત સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના બનાવે રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી છે. ત્યારે આ ઘટનાને લઈને રેસીડેન્ટ અને ઇન્ટર્ન તબીબો માં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મૃતક તબિયતના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે તબીબો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે શુક્રવારે વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબોએ ઓલ ગુજરાત રેસિડેન્ટ એસોસિએશનના આહવાન ઉપર હડતાલ પાડી પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.
વડોદરાની એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ ડો.હર્ષ રાજે જણાવ્યું હતું કે, કલકત્તાની મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે જધન્ય ઘટના થઈ છે, અને ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી જ્યારે પહેલા તો એ મર્ડરને સુસાઇડમા તબદિલ કરીને સમગ્ર મામલો જે દબાવવાનો પ્રયાસ કર્યો અને ખરેખર ત્યાર પછી ફલિત થયું છે કે, આ કોઈ આપઘાત ન હતો મર્ડર હતો અને જ્યારે તેનો શાંતિપૂર્ણ વિરોધ થઈ રહ્યો હતો. ત્યારે 14મી ઓગસ્ટના દિવસે સાંજે હથિયારધારી ગુંડાઓએ કેમ્પસમાં પ્રવેશ કરીને ડોક્ટરોને પણ માર માર્યો છે.
ઇમર્જન્સી સર્વિસ તોડી છે,હોસ્ટેલમાં નુકસાન પહોચાડ્યું છે. સરકારી હોસ્પિટલની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે સવાલ ઉભો થાય છે કે,ડોક્ટરો પોતાનો જીવ દાવ પર લાવીને મૂકીને લોકોની સેવા કરી રહ્યા છે. એમની સુરક્ષાનું શું? તો ઓલ ઇન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનની માંગ છે કે, એક રેસિડેન્ટ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ સરકાર અમલમાં લાવે તેમજ જે આ ઘટના બની છે. એ પીડિતાને અન્યાય થયો છે તેને યોગ્ય ન્યાય મળે એ માટે અમારા રેસિડેન્ટ ડોક્ટરોની ઓલ ગુજરાત પ્રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન અને બરોડા મેડિકલ રેસીડન્ટ ડોક્ટર એસોસિએશન ની આ એક હડતાલ છે.
આ હડતાલ પ્રશાસનને જાગૃત કરવા માટે છે કે આવી જે ઘટનાઓ હજી બની રહી છે બને તેટલી આ ઘટનાઓને દૂર કરવાની છે હવે આ એક્ટ આવે અને ડોક્ટરની સિક્યુરિટીમાં વધારો થાય તો આ ઘટનાઓ આપણે ટાળી શકીએ જ્યાં સુધી સરકાર અમારી માંગણી નહીં સાંભળે ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ રહેશે.
નોંધનીય છે કે, નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં બર્બરતાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે.હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, ડોક્ટરના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. મહિલા તબીબના પિતાએ આરોપ લગાવ્યો કે, હોસ્પિટલમાં મારી દીકરી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે સત્ય છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે મહિલા ડોક્ટરની હત્યા કરતા પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.