Connect with us

Vadodara

અણખી ગામે ઢાઢર નદીના પટમાં ધમધમતા જુગારધામ પર SMC ના દરોડા, 9 ખેલી ઝબ્બે

Published

on

વડોદરા પાસે આવેલી ઢાઢર નદિના પટમાં ખુલ્લામાં જુગાર ધમધમતું હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમને મળી હતી. બાદમાં પંચોનો સાથે રાખીને તે સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં 9 ખેલીઓને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે જુગારના સુત્રધાર અને તેના ભાગીદાર સહિત 10 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

વરણામા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલમાં એએસઆઇને બાતમી મળી હતી કે, વડોદરાના અણખી ગામે ઠાકોરભાઇ શનાભાઇ પાટણવાડીટા અને પોર ગામના મુકેશભાઇ કાંતિભાઇ વસાવા ભાગીદારીમાં ઢાઢર નદીના કિનારે ખુલ્લી જગ્યામાં મળતીયાઓ સાથે અંદરખાને પૈસાથી હારજીતનો જુગાર રમાડે છે. બાતમીના આધારે પંચોને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા.

Advertisement

સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડતા જ ખેલીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. દરમિયાન અટકાયત કરાયેલા શખ્સો પૈકી એકને પુછતા તેણે જણાવ્યું કે, આ જુગાર ઠાકોરભાઇ શનાભાઇ પાટણવાડીયા અને મુકેશભાઇ કાંતિભાઇ વસાવા ચલાવતા હોવાનું જણાવ્યુ હતું. દરોડમાં તેઓ લાગ જોઇને નાસી ગયા હતા.

ઉપરોક્ત કાર્યવાહીમાં સંજય ઓમપ્રકાશ સલુજા (રહે. પ્રવણ વાટીકા, વાઘોડિયા), મુકેશભાઇ કલ્યાણભાઇ શાહ (રહે. આનંદ બાગ, તરસાલી-સુશેન રોડ), ધનેશભાઇ લક્ષ્મણભાઇ વસાવા (રહે. સુરજ એવન્યુ એપાર્ટમેન્ટ, ગોરવા-પંચવટી), બરકત સલીમ શેખ (રહે. જુમ્મા મસ્જીદ પાસે, જંબુસર), ગુલામભાઇ રસુલભઆઇ વ્હોરા (રહે. વસાવા મહોલ્લા, અટલાદરા, વડોદરા), સાગરભાઇ રાજેશભાઇ ખત્રી (રહે. નીલકંઠ પાર્ક, ઉધના), મહંમદહુસૈન કરીમભાઇ ઘોડાવાલા (રહે. નેશનલ પાર્ક. જંબુસર), આરીફભાઇ રફીકભાઇ કુરેશી (રહે. નવા ટાવર, સંખેડા), યાકુબભાઇ અબ્બાસભાઇ પટેલ (રહે. મસ્જીદ પાસે, સારોદ) ની ધરપકડ કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ ખેલીઓ હતા.

જ્યારે આ મામલે જુગારનો ધંધો ચલાવનાર મુખ્ય આરોપી ઠાકોરભાઇ શનાભાઇ પાટણવાડીયા (રહે. અણખી, વડોદરા ગ્રામ્ય) અને તેના ભાગીદાર મુકેશભાઇ કાંતિભાઇ વસાવા (રહે. પોર, વડોદરા ગ્રામ્ય) તથા વાહન અને મોબાઇલ નંબરના આધારે અન્ય 8 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વરણામા પોલીસ મથકમાં 19 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી કાર્યવાહીને પગલે જુગારીયાઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

Karjan-Shinor40 minutes ago

કરજણ: દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, બોગસ ડોક્ટર ઝડપાયો

Gujarat2 hours ago

સેવન્થ ડે સ્કૂલ:  CCTV સામે આવ્યા  જેમાં લોહીલુહાણ સ્થિતિમાં શાળામાં પ્રવેશ્યો

Vadodara21 hours ago

M.S Universityના નવા વાઈસ ચાન્સેલર પ્રો.ભનાગેએ આજે ચાર્જ સંભાળ્યો

Gujarat23 hours ago

ગુજરાતના એક શહેરમાં નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ, PCB-SOGની કાર્યવાહીમાં ખુલાસો

Vadodara23 hours ago

વડોદરા શહેરના પટેલ પરિવારના ગણેશોત્સવમાં સર્વ સિદ્ધિપ્રદ મહાકુંભ થયો જીવંત

Vadodara1 day ago

જૂનીગઢી વિસર્જન રૂટ પર ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, કાટમાળ રસ્તા પર પથરાયો

Padra1 day ago

પાદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તૂટેલા બ્રિજની નજીકમાં નવા બ્રિજ માટેના પ્રયત્નો શરૂ કરાયા

Vadodara2 days ago

વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડુ ફેંકવા મામલે સાદિકા સિંધીની ધરપકડ, સત્તાપક્ષ જોડે ઘરોબાની ચર્ચા

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

City2 years ago

પોલીસને આવતી જોઈને બુટલેગરો શરાબ ભરેલી કાર મૂકીને નાસી છૂટયા,2.89 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

Vadodara1 day ago

જૂનીગઢી વિસર્જન રૂટ પર ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, કાટમાળ રસ્તા પર પથરાયો

Savli4 days ago

વડોદરામાં કારની બંને બાજુ મોત હતું, સેફ્ટીવોલના સહારે બેના જીવ જતા બચ્યા

Vadodara4 days ago

વડોદરામાં ચાલુ વરસાદે બનાવેલા રોડના ડામરના પોપડા હાથમાં આવ્યા, પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ

Vadodara6 days ago

રોજગારીની પહેલ, મહિલાઓના સખી મંડળે ઓર્ગોનિક વેસ્ટની ગણેશજીની મૂર્તિઓ બનાવી

Vadodara6 days ago

ફાયરબ્રિગેડ સાધન ખરીદી કૌભાંડ મામલે કોંગ્રેસે PM, CMને પત્ર લખ્યો

Vadodara6 days ago

સરદાર એસ્ટેટ ચારરસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

Vadodara7 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara7 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Trending