અહિંયા ગણેશોત્સવની ઉજવણી વિદ્યાર્થીઓ તરફથી સ્પોન્શર કરાવવામાં આવે છે. ગણેશજીનો પ્રસાદ વિદ્યાર્થીઓ લાવે – યુવરાજસિંહ
વડોદરાની નર્સિંગ કોલેજની અવ્યવસ્થા ખુલ્લી પડી
વિદ્યાર્થીનીઓને ભોજન અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં ભારે મુશ્કેલી
વિદ્યાર્થીનીઓદ્વારાવ્યાપકરજુઆતકરાતા
વડોદરાના વેક્સિન મેદાનમાં આવેલી મહિલા નર્સિંગ કોલેજની અવ્યવસ્થા ઉજાગર કરવા માટે આજે જાણીતા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા આવી પહોંચ્યા છે. તેમને આરોપ મુક્યો કે, આ કોલેજમાં તહેવારોની ઉજવણી માટે વિદ્યાર્થીનીઓ જોડેથી પૈસા માંગવામાં આવે છે. જો કે, તંત્ર દ્વારા યુવરાજસિંહ જાડેજાને જતા રોકવામાં આવ્યા હતા. બાદમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીએ બહાર આવીને તંત્રની પોલ ખોલી હતી.
Advertisement
યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, સરકારી નર્સિંગ કોલેજ વેક્સિન કેમ્પસમાં ચાલે છે, તેમાં રહેતી વિદ્યાર્થીનીઓને અનેક મુશ્કેલીઓને સામનો કરવો પડે છે, સ્ટાફ સહકાર નથી આપતો, વિદ્યાર્થીનીઓની ફરિયાદોનું નિરાકરણ આવતું નથી. પાણી અને શૌચાલયની પાયાની જરૂરિયાતો યોગ્ય નથી. મેસના નામે 2450 ની ફી લેવાય છે, તેમાં ઇયળ વાળું ભોજન અપાય છે. આ અંગેની ફરિયાદ કરે તો વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ ફરિયાદ અમને 450 વિદ્યાર્થી તરફથી અમને મળી છે. કોઇ પણ ફંક્શન કરવાનો હોય તો, સરકારે જ ખર્ચ કરવાનો હોય, આ સરકારી સંસ્થા છે. પરંતુ અહિંયા ગણેશોત્સવની ઉજવણી વિદ્યાર્થીઓ તરફથી સ્પોન્શર કરાવવામાં આવે છે. ગણેશજીનો પ્રસાદ વિદ્યાર્થીઓ લાવે, નવરાત્રીમાં પણ વિદ્યાર્થીઓ જોડેથી પૈસા લેવામાં આવ્યા છે. આ માંગણી અંગે કોઇ પણ રસીદ આપવામાં આવતી નથી. મેસ ફીની રસીદ પણ અપાતી નથી. આ પૈસા જાય છે, ક્યાં, શું આ બ્લેકના પૈસા છે, તેઓ અમને અંદર જતા રોકી રહ્યા છે.
Advertisement
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ અસુવિધાઓ અમે જાહેર જનતા સમક્ષ મુકીશું. તેઓ આવવા માટેની મંજુરી માંગી રહ્યા છે. તેઓ યોગ્ય રીતે વ્યવસ્થા જાળવી શકતા નથી. તેઓ પૈસા લે છે, પરંતુ સુવિધા આપતા નથી. અમે આ બધા પ્રશ્નોના જવાબ લેવા આવ્યા છે. અમારી સાથે હાજર મહિલાઓને પણ અંદર જવા દેવામાં આવતા નથી. આ તેમની ચોરી છુપાવવાનો પ્રયાસ છે. પ્રિન્સિપાલ મેડમ ઢાંક પીઠોડો કરી રહ્યા છે.
Advertisement
નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, અમારા જમવામાં કાંકરા, જીવડા આવ્યા છે. અહિંયા કોઇ પણ પ્રકારે સાફસફાઈ થતી નથી. અમે વોર્ડનને જાણ કરી હતી. બધા વિદ્યાર્થીઓ રજુઆતો કરે છે, પરંતુ કોઇ સમસ્યા દુર થતી નથી. સાફસફાઇની સાથે પાણીની પણ તકલીફ છે. અમે અહિંયા 300 વિદ્યાર્થીનીઓ છીએ.