Vadodara

ટુ-વ્હીલર પર જતી મહિલાની સોનાની બુટ્ટી ખેંચી લૂંટની ઘટના, પોલીસે શરૂ કરી તપાસ

Published

on

વડોદરાના મકરપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. મકરપુરા વિસ્તારમાં રહેતા મોનીકાબેન સાથે આ ઘટના બની હતી. મોનીકાબેનના પતિ વીરપ્રતાપસિંગ વીરેન્દ્રપાલ ભરૂચના આમોદ ખાતે ઓરિયન્ટ બેલ ટાઇલ્સ કંપનીમાં નોકરી કરે છે, અને તેઓ ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

ઘટના ગત રોજ બપોરે આશરે 4:15 વાગ્યાની આસપાસ બની, જ્યારે મોનીકાબેન તેમની 14 વર્ષની પુત્રીને લાલબાગ બ્રિજ નીચે આવેલ ખાનગી કોચિંગ ક્લાસમાં મૂકીને ટુ-વ્હીલર પર ઘરે પરત ફરી રહ્યાં હતાં. ત્યારે કટારીયા શોરૂમની સામેના રોડ પર, એક અજાણ્યો શખ્સ મોટરસાઇકલ પર હતો અને તેઓની તેમની ગાડીની બાજુમાં આવ્યો અને તેમના કાનમાં પહેરેલી આશરે અઢી ગ્રામની સોનાની રીંગવાળી બુટ્ટી (અંદાજિત કિંમત 20,000 રૂપિયા) ખેંચી લઈને માણેજા તરફ ભાગી ગયો હતો.

Advertisement

મોનીકાબેનએ આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તપાસની માગણી કરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, અને આરોપીને ઝડપી પાડવા માટે સાક્ષીઓ અને અન્ય પુરાવાઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

Advertisement

Trending

Exit mobile version