Vadodara

જૂનીગઢી વિસર્જન રૂટ પર ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, કાટમાળ રસ્તા પર પથરાયો

Published

on

વડોદરા શહેરના ખ્યાતનામ જૂનીગઢીના ગણેશજીની વિસર્જન યાત્રા આજે બપોરે બાદ યોજાનાર છે ત્યારે તે પહેલાં જ ભદ્ર કચેરી જર્જરિત દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ગટ્ટાની જાણ થતા ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક આગેવાનો સફળ દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા ગણેશ મંડળ થી 200 મીટરના અંતરે જ સર્જાયેલી દુર્ઘટનાને કારણે તંત્ર માટે હવે નવો પડકાર ઉભો થયો છે.

વડોદરા શહેરની જૂની ઇમારતો પૈકીની ભદ્ર કચેરી લની જર્જરીત દીવાલ આજે અચાનક ધરાસાઈ થઈ જતા ટોળે ટોળા ઉમટી આવ્યા હતા. દીવાલને અડીને કેટલાક વાહનો પણ પાર્ક કર્યા હોય વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જ્યારે 40 વર્ષીય મહિલા દિવાલના કાટમાળ નીચે દબાઈ જતા મોત નીપજ્યું હોવાના સમાચારો મળી રહ્યા છે.

ઘટનાને પગલે સ્થાનિક નગરસેવકો, પોલીસ કર્મચારીઓ સહિત આગેવાનો દોડી આવ્યા હતા, ફાયરબ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે વિસર્જન રૂટ પર પથરાયેલા કાટમાળને તાત્કાલિક ધોરણે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અત્રે નોંધનીય બાબતે છે કે, આજરોજ ગણેશ ઉત્સવના સાતમા દિવસે શહેરના સૌથી મોટા અને ખાસ મનાતા એવા જૂનીગઢીના શ્રીજીની વિસર્જન સવારી નીકળશે. આ શ્રીજીના વિસર્જન ટાણે સૌ કોઈની નજર જૂનીગઢીના શ્રીજીના વિસર્જન પર હોય છે. ત્યારે તે પૂર્વે 11 વાગ્યાની આસપાસ અચાનક જૂનીગઢીના શ્રીજીની સ્થાપના પંડાલથી થોડા અંતરે આ ભદ્ર કચેરીની ઈમારત આવેલી છે. જેની રોડ સાઈડની દિવાલ તૂટી પડી હતી. હાલ મહિલાના મોતથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

Trending

Exit mobile version