Vadodara

ગાય પકડાઈ જતા ગાઉપાલકે કર્યો લાકડી વળે હુમલો,સુપરવાઈઝર સહિત કર્મચારી ઘાયલ

Published

on

  • ગોલ્ડન ચોકડી પાસે ઢોર પાર્ટીએ 2 ઢોર પકડતાં 2 ગોપાલકો આવી ચઢ્યા
  • ઘાયલ કર્મચારીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ગોલ્ડન ચોકડી પાસે ઢોર પાર્ટીના માણસો પર ગૌપાલકોએ હુમલો કરતા અધિકારીઓને ગંભીર ઈજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જે બાદ સમા પોલીસ મથકમાં આ વિશે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Advertisement

માંજલપુર ખાતે આવેલા સુદર્શન ટાઉનશીપમાં રહેતા પ્રદિપ તુકારામ જાધવ પાલિકાના દબાણ-સિક્યુરીટીમાં ઈમ્પેક્ટર તરીકે નોકરી કરે છે. બુધવારે તેઓ પોલીસ કર્મીઓ સાથે ઢોર પકડવાની કામગીરી માટે નિકળ્યા હતા. ત્યારે તેઓ ગોલ્ડન ચોકડીએ પહોંચતા 2 પશુઓ દેખાતા તેઓ તેને પકડવાની કામગીરી કરતા હતા. તે દરમિયાન ત્યાં ત્રણ ગૌપાલકો આવી ગયા હતા અને તેમાંથી 2 ગૌપાલકોએ ડાંગ અને ચપ્પુ લઈને ઢોર પાર્ટીના કર્મચારી પર હુમલો કર્યો હતો.

જે બાદ ગૌપાલકે પ્રદિપ જાધવ પર ડાંગ વડે કમરના ભાગે હુમલો કર્યો હતો અને અન્ય કર્મચારીઓ પર પણ હુમલો કર્યો હતો. જેના કારણે તેઓને ઈજા પહોંચી હતી.

Advertisement

આ ઉપરાંત ગૌપાલકે યોગેશ પંચાલના માથા પર પથ્થર મારતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલો થતાં આસપાસના લોકો ત્યાં આવી જતા ગૌપાલકો બાઈક મૂકીને ભાગી ગયા હતા.

ઢોર પાર્ટીના કર્મચારીઓને ઈજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ઢોર પાર્ટીના સિક્યુરિટી ઇન્સ્પેક્ટર પ્રદિપ જાધવે આ બાબતે સમા પોલીસ મથકમાં 3 ગૌપાલકોની સામે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Trending

Exit mobile version