વડોદરા: શહેરના અતિ સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં અંગત અદાવતની લોહિયાળ પરાકાષ્ઠા જોવા મળી છે. મંગળવારે સાંજે જ્યારે શહેર ધમધમતું હતું, ત્યારે જ પાણીગેટ દરવાજા પાસે આવેલા હનુમાનજી મંદિર નજીક એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે નિર્દયી હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે.
❓શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, હુસેન નામનો યુવક મંગળવારે સાંજના સમયે પોતાના દીકરાને મળવા જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક વિશાલ કહાર નામના શખ્સ અને તેના સાથીઓએ તેને આંતર્યો હતો. કોઈ પણ વાતની ગંભીરતા સમજ્યા વગર, ભીડભાડવાળા વિસ્તારમાં જ હુસેન પર ધારદાર હથિયારથી ઉપરા-ઉપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા. હુમલા પાછળનું કારણ:
વિશાલ કહાર
વર્ષ ૨૦૨૩માં છૂટાછેડા: હુસેનના તેની પત્ની સાથે વર્ષ ૨૦૨૩માં છૂટાછેડા થયા હતા.
બીજા લગ્ન: છૂટાછેડા બાદ તેની પત્નીએ વિશાલ કહાર સાથે લગ્ન કર્યા હતા.
અદાવત: દીકરાને મળવા જવાની બાબત કે જૂની અદાવતને રાખીને આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
🧐હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ
હુમલાના પગલે લોહીલુહાણ હાલતમાં હુસેનને તાત્કાલિક ૧૦૮ મારફતે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, યુવકની હાલત અત્યંત નાજુક છે અને તે હાલ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો હતો ગણતરી ન કલાકો માં સારવાર દરમિયાન મોત થયું
🚨પોલીસની કામગીરી પર ઉઠતા સવાલ
ઘટનાની જાણ થતા જ પાણીગેટ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, હુમલાખોરો ભીડનો લાભ લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.
🫵સ્થાનિકોનો રોષ: આ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં આ બીજી મોટી ઘટના છે. લોકોમાં ચર્ચા છે કે શું ગુનેગારોના મનમાંથી પોલીસનો ખોફ ઉતરી ગયો છે? સંસ્કારી નગરીમાં વધતા જતા આવા બનાવો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે લાલબત્તી ધરે છે.