Waghodia

પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના ડમી ખાતા ખોલી 3.23 લાખનો ચૂનો લગાવનાર ત્રણ એજેન્ટો વિરુદ્ધ ગુનો નોંધાયો

Published

on

લલીતાબેન હરિશ શિવપ્રતાપ બિશ્નોઈ એ વાઘોડિયા પોલીસ મથક માં ઉચાપત બાબતે ફરિયાદ નોંધાવતા જાણવ્યું હતું કે વડોદરાના ફર્ટીલાઇઝર નગર ખાતે આવેલ પોસ્ટ વિભાગની સબ ડિવિઝનલ ઓફિસમાં સબ ડિવિઝન ઈન્સ્પેકટર તરીકે હું ફરજ બજાવું છુ અને મારા ડિવિઝન વિસ્તારમાં વાઘોડિયા, જરોદ, રૂસ્તમપુરા, રણોલી, નંદેસરી, કોયલી, જવાહરનગર, પી.ટી.સી., બાજવા, સયાજીગંજ, વિદ્યુતનગર, ફર્ટીલાઈઝર, વિગેરે સબ પોસ્ટ ઓફિસ આવેલ છે.

એમ.પી. કે. બી .વાય યોજના અમારી પોસ્ટ ઓફિસ તરફથી ચલાવવામાં આવે છે જેમાં અલગ અલગ ગ્રાહકો દ્વારા રોકાણ કરી એક બચત ખાતુ ખોલાવામા આવે છે અને તેમના ખાતામાં જે નાણા જમા થાય છે તેના પર પાકતી મુદતે વ્યાજ સહિત નાણા ખાતેદારને પરત આપવામા આવે છે. અને જે તે ગ્રાહક તેઓના કામકાજમા વ્યસ્ત હોય અને સમયસર નાણા ભરવા માટે આવી ન શકે તેના માટે જે તે જીલ્લામાં કલેકટરશ્રી દ્વારા આ યોજના અંતર્ગત એજન્ટોને એજન્સી આપવામાં આવે છે.

એમ.પી.કે.બી.વાય યોજના અંતર્ગત વાઘોડિયા પોસ્ટ ઓફિસમા કિંજલબેન સુખદેવભાઇ વસાવાને એજન્ટ તરીકે નિમવામા આવેલ હતા અને તેઓ વાઘોડિયા વિસ્તારના અલગ અલગ ગ્રાહકોના આર.ડી. ખાતા ખોલાવતા હતા અને એજન્ટ કિંજલબેન વતી ગ્રાહકો પાસેથી નાણા ઉઘરાવી જમા કરાવવાનુ કામ ગીરીશભાઇ હિરાલાલ શાહ અને પોસ્ટ ઓફિસમા પોસ્ટલ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતા મણીલાલ સોમાભાઇ વસાવા બન્ને જણા એક બીજાના સબંધી થતા હોય આ બન્ને જણાએ સાથે મળી ગ્રાહકોના ડમી ખાતાઓ ખોલાવી તેમાથી રૂ.3,23,500 ની ઉચાપાત કરેલ હોવાનુ જણાઈ આવ્યું હતું

જેથી ગ્રાહકોનો વિશ્વાસ કેળવી એકબીજાના મેળાપીપણામા ગ્રાહકોની જાણ બહાર તેઓના બચત ખાતામા રહેલ નાણા પૈકી અમુક ટકા નાણા ડમી ખાતાઓમા ટ્રાન્ફર કરી પોસ્ટ વિભાગ સાથે વિશ્વાસઘાત અને છીતરપીંડી કરી પોસ્ટ વિભાગ ને રૂ. 3,23,500  ઉચાપત કરી ગુનો કરેલ હોય વાઘોડિયા પોલીસે ફરિયાદી ની ફરિયાદના આધારે ગીરીશભાઇ હિરાલાલ શાહ, મણીલાલ સોમાભાઇ વસાવા, કિંજલબેન સુખદેવભાઇ વસાવા વિરૂધ્ધ ગુનો નોંઘી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version