વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં એક બાદ એક જાહેરમાં નમાજ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ સંસ્કૃત મહા વિધાલયની સામે અને સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં ત્યારબાદ કોમર્સ ફેકલ્ટીની બહાર મહાદેવના મંદિર નજીક જાહેરમાં 3 વિદ્યાર્થી નમાઝ પઢતા હોવાના વીડિયોથી વાયરલ થયો હતો ત્યારે ફરી એકવાર સંસ્કૃત મહા વિધાલયની સામે એક શખ્સ દ્ધારા જાહેરમાં નમાઝ અદા કરવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થતા સિક્યોરિટી કામગીરી પર પ્રશ્ન ઊભા થયા છે.
અગાઉ એમ.એસ.યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલય અને બોટની ડિપાર્મેન્ટ તેમજ કોમર્સ ફેકલ્ટી સામે આવેલ મહાદેવ મંદિરની પાસે ત્રણ વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોવાનો વીડિયો બહાર આવતાં હોબાળો મચ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યા હતું અને યુનિ સત્તાધિશો દ્ધારા હાઈપાવર ડિસિપ્લિન કમિટી બનાવવામાં આવી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં ફરીથી એક વખત યુનિવરર્સિટીની સંસ્કૃત મહા વિધાલયની સામે એક શખ્સનો
નમાઝ અદા કરતો વિડીયો વાયરલ થતા વિધાર્થી સંગઠનો માં રોષ જોવા મળી રહ્યો છે
સંસ્કૃત મહાવિદ્યાલય સામે નમાઝ પઢતા શખ્સનો વીડિયો વાયરલ થતાં સત્તાધીશો એક્શનમાં આવ્યા છે. વાયરલ વિડીયોમાં સંસ્કૃત મહાવિદ્યાલય સામે નમાજ અદા કરી રહેલ શખ્સ ઇગ્નુમાં પરીક્ષા માટે આવેલા હોવાનું તેમજ દાહોદનો વોરાજી હોવાનું જાણવા મળ્યું છે વધુ એક નમાઝ અદા કરતો વિડીયો વાયરલ થતા વિધાર્થી સંગઠન ઉગ્ર આદોલન કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સાથે વિધાર્થીઓની સુરક્ષા માટે કરોડોના ખર્ચે રખાયેલી સિક્યુરિટી સામે પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.