તાંદલજા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા ભેજાબાજે
ફોરવ્હીલ ગાડી બતાવી વેચવાનુ જણાવી ગાડી પેટે લાખો રૂપીયા લઈ લીધા હતા.
- ક્રાઈમ બ્રાન્ચે સનફાર્મા રોડ પરથી આરોપીને દબોચ્યો.
- અગાઉ મિલ્કત સંબધી ગુનાઓમાં પકડાયેલ રીઢો આરોપી પરવેઝખાન ઐયુબખાન નકુમ ( રહે. અક્સા હાઇટસ.
વડોદરા તાંદલજા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા ભેજાબાજેફોરવ્હીલ ગાડી બતાવી વેચવાનુ જણાવી ગાડી પેટે લાખો રૂપીયા લઈ લીધા હતા. ત્યારબાદ વારંવાર કાર અને રૂપીયા માંગવા છતાં નહીં આપી ઠગાઇ કરવાના ત્રણ ગુનામાં નાસતા ફરતા આંતર જીલ્લાના રીઢો આરોપી પરવેઝ નકુમને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચની ટિમ 17 સેપ્ટેમ્બર ના રોજ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સનફાર્મા રોડ ખાતેથી અગાઉ મિલ્કત સંબધી ગુનાઓમાં પકડાયેલ રીઢો આરોપી પરવેઝખાન ઐયુબખાન નકુમ ( રહે. અક્સા હાઇટસ, બીજા માળે, નુરજહા મસ્જીદની બાજુમાં સનફાર્મા રોડ તાંદલજા,વડોદરા મુળ રહે. ગામ સાધલી, નકુમ ફળિયુ પંચાયતની બાજુમાં તા.શિનોર જી વડોદરા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપીની પુછપરછ કરતા અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તેમજ સુરત ગ્રામ્યના કામરેજ અને અમરેલી જીલ્લાના સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસતો ફરતો હોવાનુ જણાઇ આવ્યુ હતું જેથી આરોપી અંગે વિરમગામ, કામરેજ અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે.