આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના યુવા ઉમેદવાર ડૉ. હેમાંગ જોશીએ આજે પરિવાર સાથે પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા બાદ શહેરના ગોત્રીના ઇસ્કોન મંદિર થી પગપાળા કલેકટર કચેરી સુધી પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું
લોકસભાની ચૂંટણી લઈને રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગ્યા છે. ત્યારે આવામાં હાલ તો ઉમેદવારોમાં નામાંકન પત્ર ભરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં આજે વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર ડો હેમાંગ જોશી ગોત્રી ઇસ્કોન મંદિર થી પગપાળા કલેકટર કચેરી પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. તેમને ઉમેદવારી પત્ર ભરતાં પહેલાં સહ પરિવાર સાથે પંચમુખી હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
ગોરધન ઝડફિયા, ભરતસિંહ પરમાર અને વડોદરા શહેર જિલ્લાના નેતાઓ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા. આ ઉપરાંત ડો.હેમાંગ જોશીના ઉમેદવારી પત્ર ભરવાની પગપાળા રેલીમાં ફિઝિયોથેરાપિસ્ટ કોલેજના વિધાર્થીઓ પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓ ધગધગતા તાપમાં શેકાતા ભાજપના પોસ્ટર વડે હવા ખાતા નજરે ચડ્યા હતા. એપ્રોન પહેરી વિધાર્થીઓ રેલીમાં જોડાતા આશ્ચર્ય ફેલાયું હતું.
આ દરમિયાન ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીએ જણાવ્યું કે, “રોડ, રેલવે, એર કનેક્ટિવિટી, એજ્યુકેશન, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દાઓને લઇ લોકોને વચ્ચે મત માંગવા જઈશ. તેમજ કલ્ચર અને હેરીટેજને આગળ વધારવા માટે પ્રયાસો કરવામાં આવશે. તો વડોદરાને વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તેવા પ્રયાસ કરીશ અને વડોદરા બેઠક પર જંગી મતથી જીત થશે મળશે તેવો આશા વ્યક્ત કરી હતી”