Vadodara

વડોદરા : વકીલ એ પોતાની ઓફિસ માં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

Published

on

આરોપીએ જુલાઈના પહેલા વિકમાં પીડીતા સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું હતું. તેણે ફોટોગ્રાફ્સ પણ લઈ લીધા હતા અને આ ફોટો એક મિત્રને મોકલ્યા હતા.

  • જંબુસર નજીકના ગામમાં નોકરી કરતી હોવાથી નજીક નોકરી માટે વકીલના સંપર્કમાં આવી.
  • આરોપી ધાગધમકી આપતા તેણે માતા પિતાને જાણ કરી હતી અને ફરિયાદ માટે તૈયાર થઈ

શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઓફિસ ધરાવતા વકીલે થોડા સમય પહેલા જ તેને ત્યાં નોકરીએ રાખેલી યુવતી પર દુષ્કર્મ ગુજારી ધાગધમકી આપતા યુવતીએ પોતાના પરિવારજનોને જાણ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આમ તો પોલીસના કહ્યા પ્રમાણે, ગોત્રી વિસ્તારમાં રહેતી અને નર્સિંગ શીખેલી યુવતી જંબુસર બોર્ડર પાસેના એક ગામમાં નોકરી કરતી હોવાથી તેને અપડાઉન કરવાનું દૂર પડતું હતું. જેથી એક પરિચિત અને વાત કરતા તેણે સુભાનપુરામાં રહેતા વકીલ કૃણાલ પરમારને જાણ કરી હતી. આરોપીની ઓફિસમાં કામ કરતી એક મહિલાએ નોકરી છોડી દીધી હોવાથી યુવતીને ફેબ્રુઆરી મહિનામાં નોકરી પર રાખી હતી.

જ્યારે આરોપીએ જુલાઈના પહેલા વિકમાં પીડીતા સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું હતું. તેણે ફોટોગ્રાફ્સ પણ લઈ લીધા હતા અને આ ફોટો એક મિત્રને મોકલ્યા હતા. જેથી મિત્રએ પીડિતાને જાણ કરતા તે ચોંકી હતી. દરમિયાનમાં આરોપી ધાગધમકી આપતા તેણે માતા પિતાને જાણ કરી હતી અને ફરિયાદ માટે તૈયાર થઈ હતી.

Trending

Exit mobile version