Vadodara

વડોદરા : સવારથી વરસાદને પગલે ગરબાના મેદાનને ‘રેઇન કોટ’ પહેરાવાયો

Published

on

શહેરમાં નવરાત્રી પૂર્વે વરસાદને પગલે નોરતાના પહેલા દિવસે મેદાન કિચડ વાળું હોવાના કારણે અનેક ગરબાના આયોજકો પર માછલાં ધોવાયા હતા.

  • વડોદરામાં સવારથી જ ધીમી અને મધ્યમ ધારે વરસાદ ચાલુ.
  • વરસાદને પગલે ગરબા આયોજકોમાં ચિંતા પેંઠી
  • વરસાદથી મેદાનને બચાવવા તાડપતરી બિછાવાઇ.

વડોદરાના ગરબા વિશ્વમાં વખણાય છે. હાલ નવરાત્રી ચાલી રહી છે, દરમિયાન આજે સવારથી જ શહેરમાં ધીમી અને મધ્ય ધારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે ગરબા આયોજકોનું ગણિત ખોરવાયું છે. અને આસજે સંભવત ગરબા ના રમી શકાય તેવી પરિસ્થિતીના અણસાર સામે આવી રહ્યા છે. આ વચ્ચે વરસાદના પાણીથી ગરબા મેદાનને થતું નુકશાન અટકાવવા માટે આયોજકો દ્વારા મેદાનને રેઇન કોટ પહેરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે કે ગરબાના મેદાન પર પ્લાસ્ટીકની તાડપતરી બિછાવવામાં આવી રહી છે. જેથી વરસાદનું પાણી સીધું મેદાનમાં જતા અટકાવી શકાય.

વડોદરા સહિત રાજ્યભરમાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ખાસ કરીને વડોદરા તથા અન્ય શહેરો માટે સાચી પડી રહી છે. વડોદરામાં આજે સાતમાં નોરતે ધીમી અને મધ્યમ ધારનો વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ પડવાના કારણે ગરબા આયોજકોની ચિંતા વધી છે. નવરાત્રી પૂર્વે વરસાદને પગલે નોરતાના પહેલા દિવસે મેદાન કિચડ વાળું હોવાના કારણે અનેક ગરબાના આયોજકો પર માછલાં ધોવાયા હતા. માંડ થોડાક દિવસ સારી રીતે ગરબા ચાલ્યા, ત્યાં તો આજે સવારથી જ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ગરબા આયોજકો મેદાન તરફ દોડ્યા છે.

સોશિયલ મીડિયા થકી સામે આવેલા વીડિયોમાં ગત રાત્રે જ શહેરના જાણીતા યુનાઇટેડ વે ગરબાના આયોજકો દ્વારા મેદાનને પાણીથી બચાવવા માટે રેઇન કોટ રૂપી પ્લાસ્ટીકની તાડપતરી બિછાવી દીધી હતી. ત્યાર બાદ આજે બપોરના સમયે વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ ગરબાના આયોજકો દ્વારા તાડપતરી બિછાવવામાં આવી છે.

જ્યારે વરસતા વરસાદને લઇને આયોજકો કોઇ પણ પ્રકારનું રિસ્ક લેવા ઇચ્છતા નથી. આજે રવિવાર છે, ત્યારે રજાના દિવસે મોટી સંખ્યામાં ગરબા ખેલૈયાઓ ઉમટી પડતા હોય છે, બીજી તરફ આજે વરસાદ ગરબામાં વિલન બને છે કે, નહીં તો જોવું રહ્યું.

Advertisement

Trending

Exit mobile version