સફળ ઓપરેશન:ફાયરિંગ કરનાર બે આરોપીઓ છત્તીસગઢથી ઝડપાયા.
ટેકનિકલ તપાસ:2000 સીસીટીવી ફૂટેજની તપાસ બાદ હુમલાખોરોની ઓળખ થઈ.
બદલાની ભાવના:પત્ની વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનો બદલો લેવા વેપારી પર થયો હુમલો.
ફીજી કનેક્શન:બંને આરોપીઓ અને વેપારી અગાઉ ફીજીમાં સાથે કામ કરતા હતા, જે મિત્રતા દુશ્મનીમાં બદલાઈ.
વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ પર થોડા દિવસ અગાઉ કાપડના વેપારી પર થયેલા ફાયરિંગના ચકચારી કેસમાં જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી છે. પત્ની વિશે કરવામાં આવેલી ખરાબ ટિપ્પણીનો બદલો લેવા માટે વડોદરા લાવવામાં આવ્યા છે.
❓શું હતી સમગ્ર ઘટના?
ગયા શુક્રવારે વાઘોડિયા રોડ પર રહેતા કાપડના વેપારી આશિષ બકોલિયા પોતાની દુકાન બંધ કરીને કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે વાઘોડિયા ચોકડી પાસે બાઈક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. ગોળી કારનો કાચ તોડી વેપારીના ખભામાં વાગી હતી. આ બનાવ બાદ વર્ણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ આ હુમલાખોરોની શોધમાં કામે લાગી હતી.
🚨2000 સીસીટીવી કેમેરાનો કાફલો:
ગુનાની ગંભીરતાને જોતા વડોદરા જિલ્લા પોલીસની ટીમે આશરે 2000 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ હુમલાખોરો સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસની એક ટીમ સીધી છત્તીસગઢ પહોંચી હતી. જ્યાંથી ગુરુજીતસિંગ ભઠ્ઠી (રહે. દુર્ગ) અને વિક્રમ પ્રતાપસિંહ (રહે. ભીલાઈ) ને પોલીસે ઝડપી પાડ્યા હતા.
🧐શા માટે થયો હુમલો?
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વેપારી આશિષ અને આરોપી વિક્રમ બંને ભૂતકાળમાં ફીજીમાં સાથે નોકરી કરતા હતા અને તે સમયે મિત્ર હતા. પોલીસના જણાવ્યા મુજબ, વેપારી આશિષ વારંવાર વિક્રમની પત્ની વિશે અભદ્ર શબ્દો ઉચ્ચારતો હતો, જે વિક્રમને પસંદ ન હતું. આ અપમાનનો બદલો લેવા માટે વિક્રમ ભારત આવી ગયો હતો અને આશિષને પાઠ ભણાવવા માટે આ આયોજનબદ્ધ હુમલો કર્યો હતો. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ હુમલામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં.