Vadodara

વડોદરાના વેપારીએ ટ્રાફિક ચલણની ફાઇલ ડાઉનલોડ કરતાં જ 7.99 લાખ ઉપડી ગયા

Published

on

વેપારીએ કહ્યું ,બેંન્કમાં ગયો હતો અને ત્યારબાદ ૨.૯૯ લાખ મારે એકાઉન્ટમાં પરત મળ્યા હતા.જ્યારે ૪.૯૯ લાખ હજી મળ્યા નથી.જેથી સાયબર સેલે ગુનો દાખલ કર્યો છે

  • લો બોલો એક વેપારી નેટ્રાફિક ચલણની એપીકે ફાઈલ ડાઉનલોડ કરવી ભારે પડી.
  • બેંકમાંથી રકમ ઉપડી જતી હોવાના અનેક કિસ્સા આવ્યા સામે.
  • વાહનનો નંબર નાખતાં મારો મોબાઇલ હેક થઈ ગયો,બેન્ક એકાઉન્ટ માંથી ટુકડે ટુકડે ૭.૯૯ લાખ કપાઈ ગયા

વડોદરામાં ટ્રાફિક ચલણની એપીકે ફાઈલ ડાઉનલોડ કરવાથી મોબાઇલ હેક થઈ જતો હોવાના અને બેંકમાંથી રકમ ઉપડી જતી હોવાના અનેક કિસ્સા બન્યા છે,ત્યારે વડોદરાના વધુ એક વેપારી સાથે ૭.૯૯ લાખની છેતરપિંંડીનો બનાવ બન્યો છે.જેમાંથી ૨.૯૯ લાખ પરત મળી ગયા હતા.

શહેરમાં માંજલપુરના મેલડીનગર ખાતે રહેતા અને ઓઇલનો વ્યવસાય કરતા કૈલાશચંદ્ર ખટીકે પોલીસને કહ્યું છે કે,ગઇ તા ૨૩ મી જુલાઈએ અમારા સમાજના વોટ્સએપ ગુ્રપમાં ટ્રાફિક ચલણ એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી.જે એપ્લિકેશન ડાઉનલોડ કરતાં તેમાં ઇન્સ્યોરન્સ અને વાહનોના લોગો બતાવતા હતા.

જ્યારે  મેં મારા વાહનનો નંબર નાખતાં મારો મોબાઇલ હેક થઈ ગયો હતો.મારી એચડીએફસી બેન્ક ની એપ ખોલતાં તે પણ ખુલતી ન હતી.ત્યારબાદ મને ડેબિટ ટ્રાન્જેક્શનના મેસેજ મળ્યા હતા અને મારા બેન્ક એકાઉન્ટ માંથી ટુકડે ટુકડે ૭.૯૯ લાખ કપાઈ ગયા હતા. જેમાં બેંન્કમાં ગયો હતો અને ત્યારબાદ ૨.૯૯ લાખ મારે એકાઉન્ટમાં પરત મળ્યાહતા. જ્યારે ૪.૯૯ લાખ હજી મળ્યા નથી.જેથી સાયબર સેલે ગુનો દાખલ કર્યો છે

Advertisement

Trending

Exit mobile version