શહેરના સારાભાઈ કેમ્પસમાં આવેલા વીફોરયુ વિઝા કન્સલ્ટન્ટના સંચાલક સામે ત્રણ દિવસમાં બીજી એક ફરિયાદ નોંધાઈ છે.
- અનિલ સિંગાડીયા આપેલા વર્ક પરમિટ વિઝા બોગસ હોવાનું જણાઈ આવતા.
- V4U ના સંચાલકનો સંપર્ક કરતા તેણે 5.25 લાખ રૂપિયાનો ખર્ચ નક્કી કરી હંગેરી ખાતે નોકરીની ખાતરી આપી હતી.
- ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે પોરબંદરના અનિલ સિંગાડીયા નામના યુવકને અલબાનીયા મોકલવાના નામે 6 લાખ પડાવી લેનાર સારાભાઈ કેમ્પસના વીફોરયુ વિઝા કન્સલ્ટન્ટ રીપલ ગીરીશભાઈ શાહ સામે બે દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તેણે આપેલા વર્ક પરમિટ વિઝા બોગસ હોવાનું જણાઈ આવતા એરપોર્ટ પરથી જ યુવકને પરત મોકલવામાં આવ્યો હતો.
જ્યારે ઉપરોક્ત બનાવ બાદ સુરતના સીમાડા ગામે અજમલ ધામ સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા લલિતભાઈ ઠુમરે પણ વિઝા કન્સલ્ટન્ટ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ મેં V4U ના સંચાલકનો સંપર્ક કરતા તેણે 5.25 લાખ રૂપિયાનો ખર્ચ નક્કી કરી હંગેરી ખાતે નોકરીની ખાતરી આપી હતી.
જ્યારે માર્ચ 2025 સુધી વિઝા મળ્યા ન હતા. રીપલ શાહે કહ્યું હતું કે, હવે હંગેરીમાં વિઝા નહીં મળે અને આ જ રકમમાંથી હું તમને બેલારુસ ખાતે મોકલી આપીશ. જેથી હું બેલારુસ ગયો હતો અને રશિયન ભાષા શીખવા માટે કોર્સ શરૂ કર્યો હતો. જેના 1.84 લાખ પણ રિપલે ભર્યા ન હતા અને મારે ભરવા પડ્યા હતા. ત્યાર પછી પણ મને રિપલે ત્યાં નોકરી કે વર્ક પરમિટ પણ નહીં અપાવતા આખરે મારે પરત ફરવું પડ્યું હતું. આમ તેણે ખાતરી આપી હોવા છતાં નોકરી અને વર્ક પરમિટ નહીં અપાવી 7.09 લાખ પડાવી લીધા હોવાથી ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.