Vadodara

વડોદરા બેફામ ફરતા RMC ટ્રકની અડફેટે બે મહિલાના મોત

Published

on




લોકટોળાએ ચાલકને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો, 3 વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી


વડોદરા શહેરમાં બેફામ બની વિફરેલા સાંઢની જેમ ચાલતા ડમ્પરો નાગરિકો માટે યમરાજ સમાન બનયા છે અને આ બેફામ ફરતા ડમ્પરો એક પછી એક વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા કેટલાય પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે પરંતુ પોલીસ તંત્ર આ બેફામ ફરતા ડમ્પરો સામે કોઈ કાર્યવાહી ના કરતા ગતરોજ શહેરના અક્ષરચોક વિસ્તારમાં મોપેડ સવાર બે મહિલાઓની પાછળ થી પુરઝડપે આવી રહેલ સિમેન્ટ કોન્ક્રીટ ડમ્પરની અડફેટે મોપેડ સવાર બે મહિલાઓના મોત નિપજતા 3 વર્ષના માસુમ બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ન્યુ વીઆઈપી રોડ ખાતે શિલ્પ ગ્રીન સોસાયટીમાં પતિ અને 3 વર્ષના પુત્ર સાથે રહેતા અને મહેંદી આર્ટિસ્ટ તરીકેનું કામ કરતા ચાંદનીબેન મલ્હાર વ્યાસ ગતરોજ તેમની બેહનપણી માહેનુર શેખ સાથે મહેંદી નો ઓર્ડર પાદરા ખાતે હોય મોપેડ પર સવાર થઇ પાદરા ખાતે ગયા હતા અને રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતા સમયે અક્ષરચોક નજીક પાછળ થી પુરઝડપે આવી રહેલા મિલર મિક્ષર મશીનના ચાલકે મોપેડને ટક્કર મારતા ચાંદનીબેન અને માહેનુર શેખને રોડ ઉપર ફંગોળાઈ જતા બને ને માથાના ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તબીબોએ ચાંદનીબેન ને મૃત જાહેર કર્યા હતા જયારે માહેનુર શેખને ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવમાં આવ્યા હતા જયાં તેમનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા દોડી આવ્યા હતા અને અકસ્માત સર્જનાર મિલર મિક્ષર મશીનના ચાલકને ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો ઘટના અંગે જેપીરોડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર મિલર મિક્ષર મશીનના ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બને મૃતકોના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપ્યા હતા

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version