Karjan-Shinor

શિનોર: ઇક્કો કાર ચાલકે બાઈક અને મોપેડને અડફેટે લેતા બેના મોત, ત્રણ ગંભીર 

Published

on

વડોદરા જિલ્લાના ડભોઇની સેગવા ચોકડી થી શિમળી ગામ નજીક મુખ્ય માર્ગ પર શિનોર તરફ થી પુરઝડપે આવતી એક ઇકો કાર ચાલકે મોટરસાયકલ અને મોપેડ ચાલકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જયારે ત્રણ લોકો ગંભીર ઇર્જાગ્રસ્ત થતા ઈર્જાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

Advertisement

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શિમળી ગામ નજીક મુખ્ય માર્ગ પર શિનોર તરફ થી પુરઝડપે આવતી એક ઇકોના કાર ચાલકે મોટર સાયકલ અને મોપેડ ચાલકને અડફેટે લેતા મોપેડ પાછળ સવાર શિમળી ગામ 19 વર્ષીય તુષાર લાલજીભાઈ વસાવા અને અક્ષય સોમાભાઈ વસાવાનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું.

જયારે મોટરસાયકલ પર સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઇર્જાગ્રસ્ત થતા ઇર્જાગ્રસ્તોને મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગમખ્વાર અકસ્માતની જાણ શિનોર પોલીસને કરતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત માં મૃત્યુ પામેલા તુષાર વસાવા અને અક્ષય વસાવાના મૃતદેહને મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી અકસ્માત સર્જી ઇકો કાર ઘટના સ્થળે મુકી ફરાર થઇ ગયેલ ઇકો કાર ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

Advertisement

Trending

Exit mobile version