આજના ટેક્નોલોજી યુગ માં દરેક વસ્તુ આંગળી ના ટેડવે પ્રાપ્ત થઇ જતી હોય છે પરંતુ આ ટેક્નોલોજીનો જેટલો સદ્ઉપયોગ થાય છે એટલો જ દૂરઉપયોગ પણ થઇ રહ્યો છે અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી ભેજાબાજ સાયબર માફિયા અવનવી તકનીકો અપનાવી લોકો સાથે ઠગાઈ કરતા હોય છે એવો જ વધુ એક કિસ્સો વડોદરા સામે આવ્યો હતો હાઇડ્રો કાર્બન ઓઇલ ખરીદી કરવાના બહાને વેબસાઇટ પરથી નંબર મેળવી વ્હોટએપના માધ્યમથી સંપર્ક કરીને રૂ.23.77 લાખ ઉપરાન્ત ની ઠગાઈ આચરનાર ભાવનગર અને રાજકોટની ઠગ ટોળકીના ત્રણ સભ્યોની સાયબર ક્રાઇમ પોલીસે અટકાયત કરી છે
વડોદરાના સાયબર ક્રાઇમ પોલીસ મથક માં મોહમદ ઝકરીયા બરકત અલી અતરી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, વોટ્સઅપનાં માધ્યમ થી ગ્લોબલ એન્ટરપ્રાઇઝ માંથી વિકાસ તરીકેની ખોટી ઓળખ આપી મારી સાથે સંપર્ક કરી હાઇડ્રો કાર્બન ઓઇલ આપવાના બહાને ટેન્કર ભરાવીને બિલ મોકલીને વિશ્વાસમાં લઇ બેન્કમાં કુલ રૂ.23,77,743 ભરાવડાવી માલ નહી આપી વિશ્વાસઘાત છેતરપિંડી આચરી હોવાની ફરિયાદી મોહમદ ઝકરીયા બરકત અલી અતરીએ સાયબર ક્રાઇમ પોલીસ મથક માં નોંધાવી હતી
સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોહમદ ઝકરીયા બરકત અલી અતરી ની ફરિયાદના આધારે ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્નુમન રિસોર્સનો ઉપયોગ કરી ઠગ ટોળકીના તમામ આરોપીઓને પકડી પાડવા માટે ટીમે રવાના કરી હતી અને ત્રણ આરોપી ને દબોચી લીધા હતા પોલીસે રાજકોટ થી હિરેન પ્રવીણભાઇ હિરપરા, તોકીર રઝાકભાઇ ભૈયા અને ભાવનગર થી અકીલ રઝાકભાઇ શેખ ઝડપી પાડ્યા હતા તમામની આરોપીની સાયબર ક્રાઇમ પોલીસે અટકાયત કરી તેમના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી