Vadodara

તસ્કરોને ઝડપી પાડવા ગ્રામજનોએ હિંમતભેર પીછો કર્યો, ખરાબ રસ્તાને લીધે તસ્કરો પકડાઈ ગયા

Published

on

વડોદરા પાસે અંપાડ-ભીમપુરા કેનાલ રોડ પર સિક્લીકર ગેંગના સાગરીતનો સ્થાનિકોએ પીછો કરીને પકડી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. સિક્લીકર ગેંગનો સાગરીત બાઇક પર રેકી કરી રહ્યો હોવાના સીસીટીવી તાજેતરમાં સામે આવ્યા હતા. ત્યાર બાદ ચોરીની ઘટના અટકાવવા માટે સ્થાનિકોએ જ સતર્ક બનીને ધ્યાન રાખવાનું શરૂ કર્યું હતું. આખરે તાજેતરમાં મળસ્કે શંકાસ્પદ બાઇક સવાર દેખાતા કારમાં ગ્રામજનોએ તેનો પીછો કર્યો હતો. દરમિયાન બાઇક સ્લીપ થઇ જતા તસ્કરને ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તસ્કરને પોલીસના હવાલે કર્યો હતો. બાદમાં તેને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

વડોદરા શહેર જિલ્લામાં તસ્કરોનો ભારે ત્રાસ સામે આવ્યો છે. અનેક વિસ્તારોમાં તસ્કરો દ્વારા રેકી, હાથફેરો તથા ચોરીના નિષ્ફળ પ્રયાસની ઘટનાઓ સીસીટીવીના માધ્યમથી લાખો લોકોએ જોઇ છે. પોલીટના નાઇટ પેટ્રોલીંગના દાવાઓ છતાં તસ્કરીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઇ રહ્યા. તેવામાં ચોરીના ઇરાદે આવેલા સિક્લીકર ગેંગના સાગરીતને જોઇ જતા મળસ્કે લોકો દ્વારા તેનો પીછો કરી પકડી પાડવામાં આવ્યો હોવાની ઘટના સપાટી પર આવી છે.

સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, તાજેતરમાં ભીમપુરા ગામે તસ્કરો દ્વારા રેકી કરવામાં આવી હોવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. ત્યાર બાદ સ્થાનિકોએ સતર્ક રહીને ચોરીની ઘટના અટકાવવા ધ્યાન રાખવાનું શરૂ કર્યું હતું. ગતરાત્રે સિક્લીકર ગેંગને સાગરીતો ચોરીના બદઇરાજે ભીમપુરા ગામ પાસે જોવા મળ્યા હતા. આ વાત ધ્યાને આવતા સ્થાનિકોએ કારમાં તેમને પીછો કર્યો હતો. જેને લઇને રસ્તા પર ફિલ્મી રેસ જેવા દિલઘડક દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

થોડાક અંતર સુધી દિલધડક રેસ ચાલી હતી, બાદમાં બાઇક સ્લીપ થવાના કારણે સિક્લીકર ગેંગના સાગરીતો પટકાયા હતા. સ્થાનિકોએ બંનેને ઝડપી પાડીને ભાયલી પોલીસને સોંપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બાદમાં ઇજાગ્રસ્તને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે. આ ઘટના જોતા પોલીસ પેટ્રોલીંગ સાથે જો સ્થાનિકો સતર્ક રહે તો ચોરોના મનસુબા પુરા થતા અટકાવી શકાય છે.

Advertisement

Trending

Exit mobile version