Vadodara

વડોદરાના વિવિધ વિસ્તારોમાં ત્રણ મીનીબસની ચોરીનો ભેદ ઉકેલાયો, અમદાવાદના રીઢા ચોરની ધરપકડ કરી

Published

on

વડોદરા શહેરના ત્રણ પોલીસ મથક વિસ્તારોમાં મીની બસની ચોરી કરનાર આરોપીને અટલાદરા પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે ચોરી કરેલી મીની બસ પણ રિકવર કરવામાં સફળતા મળી છે.

વાહનચોર તસ્કરો પહેલા નાના નાના વાહનોની ચોરી કરીને પલાયન થઈ જતા હતા. જોકે પોલીસના હાથે બસની ચોરી કરનાર વાહન ચોર ઝડપાયો છે. અટલાદરા પોલીસ મથક વિસ્તારમાં ગત 19 ઓગસ્ટે એક મીની બસ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જે ગુન્હામાં પોલીસે CCTVના માધ્યમથી તપાસ શરૂ કરી હતી.જેમાં ખિસકોલી સર્કલ પાસે એક શંકાસ્પદ ઇસમને ઉભો રાખીને તેનું નામ પૂછતાં ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધર્મેશ બાબુભાઇ બારૈયા રહે. મંગલમુર્તી એપાર્ટમેન્ટ, નરોડા હોવાનું જણાવ્યું હતું.

Advertisement

જ્યારે પોલીસે તેની કડકાઇથી પૂછપરછ કરતા પાંચ દિવસ પહેલા અટલાદરા આનંદ પાર્ટી પ્લોટ પાસેથી મીની બસ ચોરી કરીને પાદરાના બજરંગ નગર ઝૂંપડપટ્ટીના મેદાનમાં મૂકી દીધી હોવાનું કબુલ્યું હતું. આ સાથે 25 દિવસ પહેલા જે.પી રોડ પોલીસ મથક માંથી એક મીની બસ ચોરીને અમદાવાદમાં મૂકી હોવાનું અને કારેલીબાગ પોલીસ મથક વિસ્તાર માંથી એક મિનિબસ ચોરી કરીને રાજકોટમાં મૂકી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરીને 25.50 લાખની કિંમતની ત્રણ મિનિબસ રિકવર કરી હતી. પકડાયેલો આરોપી અગાઉ અમદાવાદ શહેરમાં ચાર જેટલા ચોરીના ગુન્હામાં ઝડપાઇ ચુક્યો છે. જ્યારે વધુ ચોરી કરવા વડોદરા તરફ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Advertisement

Trending

Exit mobile version