Vadodara

સ્લોટર હાઉસમાં વ્યવસ્થા પડી ભાંગી,અતિ દુર્ગંધ મારતા જાનવરોના મૃતદેહો પડી રહ્યા

Published

on

જ્યારે મોટી મોટી સફાઈ અભિયાનની વાતો થાય છે પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય લોકો પલાઈન થતા હોય તો તમારે સૌથી પહેલા એની પર ધ્યાન આપવું જોઈએ.વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ

  • વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકો બીમારીના શિકાર થયા, લોકો વિસ્તાર છોડીને પલાયન થઈ રહ્યા.
  • ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસની નર્કાગાર જેવી હાલત.
  • પાંચ દિવસથી સ્લોટર હાઉસ બંધ,કોઈ એક્શન લેતા નથી અને એના કારણે કોન્ટ્રાક્ટરો ફાટી ગયા છે.

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસમાં જાનવરોના નિકાલની વ્યવસ્થા ઘણા દિવસોથી ઠપ્પ થઈ છે. આ વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકો બીમારીના શિકાર થયા છે, તો કેટલાક લોકો આ વિસ્તાર છોડીને પલાયન થઈ રહ્યા છે, તેવા આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષી નેતાએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વડોદરા મહાનગર પાલિકામાં ફરી કોન્ટ્રાક્ટર રાજ જોવા મળ્યું છે. વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસની નર્કાગાર જેવી હાલત થઈ છે. આ સ્લોટર હાઉસમાં કોન્ટ્રાક્ટરએ કામગીરી બંધ કરતા છેલ્લા કેટલાક દિવસોથી કામગીરી ઠપ્પ થઈ છે.ત્યારે, સમગ્ર મામલે પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શાસકોને આડે હાથ લઈ આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.

ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જે તે વખતે મૃત બે ચાર ગાયો આવતી હતી, સળગાવી દેવાનું પ્રાવધાન હતું, પણ શહેર વધ્યું વસ્તી વધી અને ગાજરાવાડી વિસ્તાર આખો સીટીની અંદર આવી ગયો, સોમા તળાવ અને એની આગળ પણ વસ્તી વધતી જાય છે. હવે બધા વિસ્તારોમાં દુર્ગંધ જઈ રહી છે. વારંવાર રજૂઆત કરી પણ એક વખત મેં કીધું વૈજ્ઞાનિક ઢબે આ જનાવરોનો નિકાલ થાય, એ પ્રમાણેની વ્યવસ્થા કરો.

બાલુભાઈ શુક્લા હતા તે વખતે એમને ત્યાં હું લઈ ગયો હતો એમણે ટ્રીટમેન્ટ ઊભી કરી , 15 જનાવરોની એક સાથે થઈ શકે અને ડિસ્પોઝલ કરી શકાય પણ અહીંયા તો રોજના 50-60 મૃત પશુ આવી રહે છે. હવે લોકોના દરવાજા બંધ થઈ રહ્યા છે. એ વિસ્તારમાંથી પલાયન થઈ રહ્યા છે. બીમારીઓના શિકાર થઈ રહ્યા છે. વારંવાર કહેવા છતાં પણ શરમ નથી આવતી કે, આ શહેરમાંથી લોકો પલાઈન થાય તો આ શહેર સારું કે ખરાબ કહેવાય એ એમને નક્કી કરવાનું છે.

મોટી મોટી સફાઈ અભિયાનની વાતો થાય છે પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય લોકો પલાઈન થતા હોય તો તમારે સૌથી પહેલા એની પર ધ્યાન આપવું જોઈએ. પાંચ દિવસથી સ્લોટર હાઉસ બંધ છે. લોકોને પગાર નથી મળ્યા. એ વ્યક્તિ જે અહીંયા કામ કરે છે. એ કામ જ નથી કરતો અને જે ટેન્ડર આપ્યું છે એની લિમિટ પુરી થવા આવી છે, તો એના પર કડક પગલાં લેવાના હોય, બ્લેક લિસ્ટ કરવામાં આવે, બીજાની પાસેથી કરાવવામાં આવે, એવું કોઈ એક્શન લેતા નથી અને એના કારણે કોન્ટ્રાક્ટરો ફાટી ગયા છે.

મારું માનવું છે કે, આવા કોન્ટ્રાક્ટરોને અહીંયાથી બ્લેક લિસ્ટ કરી અને આખા શહેરની અંદર કોઈ જગ્યાએ કામ ના મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ અને તાત્કાલિક બનાવીને આપે. લોકોને જુદી-જુદી બીમારીઓ અને પલાયન થઈ જાય એ શહેર માટે શરમજનક બાબત કહેવાય. પાયાની સુવિધા નથી તમારી પાસે બીજી બાજુ સુવેજ પંપિંગ છે, એની અંદર પણ વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી છોડવામાં આવે છે. તો શહેરની અંદર આ બધી બાબતો થઈ રહી છે પણ તંત્રને કોઈ પડી નથી.

મારો સીધો આક્ષેપ છે કે આ મિલીભગતથી દવાઓનો ખર્ચો કરવામાં આવે છે. એમાં મૂળ ભ્રષ્ટાચાર થાય છે. એટલે કરવામાં આવતું નથી. આ અંગે મ્યુનિસિપલ કમિશનરનું પણ ધ્યાન દોર્યું છે, પણ અધિકારીઓ જેમને લઈ જતા નથી કારણ કે તેમની પોલ ખુલી જાય જેથી મારી કમિશનરને વિનંતી છે કે આ મામલે રૂબરૂ મુલાકાત લઈ કાર્યવાહી કરવામાં આવે.

Trending

Exit mobile version