દિલ્હી થી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ હોવાની માહિતી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માહિતી મળતા જ તંત્ર દોડતું થઇ ગયું હતું. મુસાફરો સહીત અન્ય લોકોના જીવ પડીકે બંધાયા હતા. આખરે મોડી રાત સુધી ચેકીંગ કર્યા બાદ બૉમ્બ ન મળતા મુસાફરો સહીત તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. દિલ્હી થી વડોદરા આવવાની ફ્લાઇટ આજે સવારે 10:15 કલાકે પ્રસ્થાન થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819માં બૉમ્બ હોવાની માહિતી મળતા નાસભાગ મચી ગઈ હતી. માહિતી ની જાણ થતા જ એન એસ જી કમાન્ડો, સીઆઈએસએફ, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતું. અને ફ્લાઈટને 10 કિલોમીટર દૂર ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.
બૉમ્બ હોવાની માહિતીના આધારે સુરક્ષાના ભાગરૂપે AI- 819ના યાત્રીઓને પ્રથમ દોઠ કલાક ફ્લાઈટમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા. આખરે મોડી રાત સુધી ચેકીંગ કર્યા બાદ બૉમ્બ ન મળતા તંત્ર અને યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. AI – 819 ફ્લાઈટમાં 180 યાત્રી વડોદરા આવવા સવાર થયા હતા. અને હવે બૉમ્બ હોવાની માહિતી થી કેન્સલ થયેલ ફ્લાઈટ આજે 10.15 કલાકે દિલ્હી થી વડોદરા આવવા પ્રસ્થાન થશે.