Vadodara

છાણી કરોડીયા રોડ પરના ખુલ્લા મેદાનમાં આધેડનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો

Published

on

વડોદરા શહેર નજીક છાણી વિસ્તારમાં એક ખુલ્લા મેદાનમાં આધેડનો હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હત્યારાઓએ મૃતદેહને સંતાડવા માટે માટીના ઢગલા નીચે દબાવી દેવાની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતા છાણી પોલીસ મથકનો સ્ટાફ સહીત ડીસીપી કક્ષાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.



પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર શહેરના છાણી કરચિયા રોડ પર આવેલા એક ક્રિકેટ મેદાનની પાછળના ભાગે આજે બપોરના સુમારે માટીમાં દટાયેલો એક મૃતદેહ દેખાયો હતો. ક્રિકેટ ગ્રાઉન્ડના માલિકે છાણી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જયારે અડધા માટીમાં દબાયેલા આધેડના ગાળામાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા.



મૃતદેહના નજીકથી  લોહીના ખાબોચિયા પાસેથી ચપ્પુ પણ મળી આવ્યુ હતું. જયારે મૃતદેહના થોડા અંતરે બાઈકની ચાવી પણ મળી હતી.મૃતક આધેડને જાણે હત્યા કરીને માટીના ઢગલામાં સંતાડી દેવાની કોશિષ કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જયારે ડીસીપી જુલી કોઠીયા તેમજ એસીપી ડી.જે ચાવડા સ્થળ પર દોડી આવ્યા હતા.

Trending

Exit mobile version