- બે દેશના વડાપ્રધાન ની 8 ફૂટ બાય ૬ ફૂટની વિશાળ રંગોળી બનાવતા છ કલાક થયા, જેલના બંદીવાનો એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વડોદરા સેન્ટ્રલ જેલ તેમજ શહેરની આર્ટ ઓરીજનલ સંસ્થા દ્વારા આજરોજ જેલના પ્રાંગણમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સ્પેન ના વડાપ્રધાન પેડ્રો સાંચેઝની આઠ ફૂટ બાય છ ફૂટની વિશાળ રંગોળી બનાવીને આ બંને દેશના રાષ્ટ્ર નેતાઓનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું છે.
સ્પેનના વડાપ્રધાન આવતીકાલે તારીખ ૨૭મી ના રોજ વડોદરાના મહેમાન બની રહ્યા છે . બીજા દિવસે તારીખ ૨૮ મી ઓક્ટોબર ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસ્કારી નગરી ખાતે પધારી રહ્યા છે. ત્યારે વિશ્વના બે દેશના વડાપ્રધાન વડોદરા શહેરના મહેમાન બન્યા હોય તેવું ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સુવર્ણ અક્ષરે લખાવવા જઈ રહ્યું છે. વડોદરાની ધરતી ઉપર આ બંને દેશના વડાપ્રધાન વચ્ચે મહત્વપૂર્ણ કરાર થવા જઈ રહ્યા છે, ત્યારે શહેરની આર્ટ ઓરીજનલ સંસ્થા ની પહેલથી વડોદરા મધ્યસ્થ જેલ ના પ્રાંગણમાં રંગોળી કળાથી આ બંને દેશના નેતાઓનું સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રંગોળી કલાકાર હર્ષ રાણા દ્વારા રંગોળી કળા ની સુંદર રીતે પ્રસ્તુતિ કરવામાં આવી હતી તેમની સાથે જેલના બંદીવાનો પણ ઉત્સાહભેર જોડાયા હતા. નરેન્દ્ર મોદી તેમજ પેડ્રો સાંચેઝ ની આઠ ફૂટ બાય ૬ ફૂટની વિશાળ રંગોળી બનાવતા છ કલાકનો સમય થયો હતો હવા અને ધૂળ થી નુકસાન ના થાય તે ની કાળજી રાખીને રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી પ્રદર્શન વડોદરા સેન્ટ્રલ જેલના બંદીવાનો માટે આવતીકાલથી ખુલ્લુ મુકવામાં આવશે.
આ રંગોળી કલાકારનું નામ હર્ષ દિનેશચંદ્ર રાણા ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાયેલું છે. તેઓ એમએસ યુનિવર્સિટી ફાઈન આર્ટસ ફેકલ્ટી માસ્ટર ફર્સ્ટ ઈયર ના સ્ટુડન્ટ છે. ચિત્રકળા અને રંગોળી કળામાં મહારથ ધરાવે છે. પાણીગેટ વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. ચિત્રકારી બદલ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે. રંગોળી કળામાં ભાગ લેનારા બંદીવાનો કિરીટ ડાયાભાઈ ખરાડી ,સબુર જહાનીયા, સચિન નંદકિશોર દીક્ષિત, ભાવેશ અંબાલાલ રોહિત, વિક્રમ હેમસિંઘ રાઠવા,અને ઈરફાન સિરાજભાઈ પાડા એ ભાગ લીધો હતો.