ત્રણેય શખ્સોને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને વડોદરા લાવવામાં આવ્યા છે. આ સાથે ઉપરોક્ત મામલે ધરપકડનો આંક 8 પર પહોંચ્યો છે.
– પાણીગેટમાં શ્રીજીની મૂર્તિ પર ઇંડુ ફેંકવા મામલે વધુ ત્રણની રાજસ્થાનથી ધરપકડ
– ત્રણેય આરોપીઓની પોલીસે બરાબર સરભરા કરી
– રિકન્સ્ટ્રક્શનમાં આરોપીઓને સીધી રીતે ચાલવાનાય ફાંફાં પડ્યા
વડોદરામાં ગણેશોત્સવ પૂર્વે પાણીગેટમાં શ્રીજીની આગમન યાત્રામાં મૂર્તિ પર ઇંડું ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં માફિયા ગેંગ નામથી ઓળખાતા ગ્રુપના એક પછી એક આરોપીઓની ધરપકડ કરી હતી. આ ગેંગના મહત્વના ગણાતા ત્રણ શખ્સોને પોલીસે રાજસ્થાનના અજમેરથી દબોચી લીધા હતા. જે બાદ ત્રણેય આરોપી જુનેદ, સમીર અને અસનને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી વડોદરા લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમની બરાબર સરભરા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે. આ તકે ત્રણેયની ચાલ ડગમગી હોવાનું જોવા મળી રહ્યું છે, ત્રણેયે રીકન્ટ્ર્ક્શન દરમિયાન હાથ જોડી દીધા હતા.
સમગ્ર ઘટના ક્રમ અનુસાર, ગણોશોત્સવ પૂર્વ શ્રીજીની આગમન યાત્રામાં મૂર્તિ પર ઈંડુ ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ જણાઇ આવતા, પોલીસે તાબડતોબ પગલાં લીધા હતા. અને આ મામલામાં સામેલ એક સગીર સહિત ત્રણની અટકાયત કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ આ ત્રણેય શખ્સો માફિયા ગેંગ ગ્રુપના હોવાનું ધ્યાને આવતા પોલીસે એક પછી એક સાગરીતોની ધરપકડ ચાલુ કરી દીધી હતી. આ ઘટનામાં તાજેતરમાં ગ્રુપના મુખ્ય ગણાતા ત્રણ શખ્સોને પોલીસે રાજસ્થાનના અજમેરથી ઝડપી લીધા છે. ત્રણેય શખ્સોને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને વડોદરા લાવવામાં આવ્યા છે. આ સાથે ઉપરોક્ત મામલે ધરપકડનો આંક 8 પર પહોંચ્યો છે.
ગતરાત્રે પોલીસ ત્રણેયને વડોદરા ખાતે લાવી પહોંચી હતી. ત્યાર બાદ ત્રણેયની સારીએવી સરભરા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સવારે ત્રણેયને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા. આ તકે ત્રણેયની ચાલ બદલાઇ હતી. ચાલતી વખતે તેઓના પર ડગમગી રહ્યા હતા. એટલું જ નહીં, ધીમી ચાલમાં પણ તેમને શ્રમ પડતો હોવાનું જણાતું હતું. સાથે જ ત્રણેય પોતાના હાથ જોડીને માફી માંગતા હોય તેવી મુદ્રામાં ઘટના સ્થળે લવાયા હતા. વડોદરામાં કાયદો અને વ્યવસ્થા તોડનાર વિરૂદ્ધ પોલીસ કડકાઇ પૂર્વક કામ લઇ રહી હોવાનો આ જીવંત પુરાવો છે.