Vadodara

અક્ષયપાત્ર સંસ્થાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા, જાણો કારણ?

Published

on

અક્ષય પાત્ર સંસ્થામાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓને એકાએક નોકરી પરથી છૂટા કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે અને સંસ્થાના મેનેજમેન્ટ નો વિરોધ કરી રહ્યા છે.

અક્ષય પાત્ર સંસ્થા દ્વારા સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ ધરાવે છે આ સંસ્થામાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓને સંસ્થા તરફથી બોનસ તેમજ કાયમી કરવામાં આવતા ન હોવાથી તજ ઉપરાંત દિવાળી વેકેશનનો પગાર પણ આપતા ન હોવાને લઈને કર્મચારીઓમાં અસંતોષની લાગણી વ્યાપી છે.

ત્યારે સંસ્થામાં બદલાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા જુના કોન્ટ્રાક્ટ ના 200 થી 250 જેટલા કર્મચારીઓને એકાએક છુટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં રોશની લાગણી વ્યાપી છે જેથી કર્મચારીઓએ સામૂહિક હડતાલ કરી તેઓએ પોતાને કાયમી કરવા તથા બોનસ તેમજ દિવાળી વેકેશન નો પગાર આપવા માટેની માગ સંસ્થાના મેનેજમેન્ટ સામે કરી રહ્યા છે.

એટલું જ નહીં આજે કર્મચારીઓ ધરમપુરી હરીનગર ખાતે હડતાલ પર ઉતરી ગયા છે અને સંસ્થાના અન્યાય ભર્યા મેનેજમેન્ટ નો વિરોધ કરી રહ્યા છે. અંગે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં નિર્ણય નહીં આવે તો ઉપગ્રહ આંદોલન કરવાની કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Trending

Exit mobile version