Vadodara

શહેર ભાજપના મહિલા નગરસેવકનું ફેસબુક પેજ હેક થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

Published

on

વડોદરામાં વધુ એક ભાજપના મહિલા નેતાનું ફેસબુક એકાઉન્ટ હેક, મહિલા નેતાનો દાવો મારું ફેસબુક એકાઉન્ટ પાકિસ્તાનથી હેક થઇ રહ્યું છે.

વડોદરા શહેરમાં વધુ એક રાજકીય પક્ષના નેતા નું ફેસબૂક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે અને આ એકાઉન્ટ કોઈ પાકિસ્તાની હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજકીય પક્ષના નેતા નું એકાઉન્ટ હેક થતા રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના વોર્ડ નંબર 16ના ભાજપના નગરસેવક સ્નેહલબેન પટેલે સાયબર ક્રાઈમ પોલીસ મથક ખાતે લેખિતમાં અરજી આપી છે જેમાં તેમને જાણવ્યું છે કે, તેમનું facebook પેજ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા હેક કરવામાં આવ્યું છે. અને તેમનું facebook પેજ કોઈ પાકિસ્તાની હેકર્સ દ્ધારા હેક કરવામાં આવ્યું હોવાની આશકા વ્યક્ત કરી છે. સાથે પોતે ભાજપ પક્ષ સાથે કાર્યરત છે તેમ છતાં તેમના facebook પેજને હેકર્સ દ્ધારા હેક કરી કોંગ્રેસની જાહેરાત કરવામાં આવી રહી છે.

સમગ્ર મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પોલીસ ઈંસ્પેક્ટર બી.એન.પટેલે જણાવ્યું હતું કે, ભાજપના મહિલા નગરસેવકનું ફેસબુક પેજ હેક થયું છે જે અંગે હાલ તપાસ ચાલી રહી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version