Vadodara

પોલીસ પર હુમલો કરનાર બુટલેગર બંધુઓને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા

Published

on



વડોદરા શહેર નજીક આવેલા શંકરપુરા ગામે જિલ્લા પોલીસના જવાન પર જીવલેણ હુમલો કરનાર બુટલેગર બંધુઓની ધરપકડ કરીને વરણામાં પોલીસે પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા છે.

થોડા સમય પૂર્વે વડોદરા જિલ્લા એલસીબી નો સ્ટાફ શંકરપુરા ગામ ખાતે વિદેશી શરાબના કટિંગ પર દરોડો પાડવા માટે પહોંચ્યો હતો તે દરમિયાન બુટલેગર મહેશ ગોહિલ સહિત તેના બે પુત્ર વિશાલ તેમજ અક્ષય દ્વારા પોલીસ જવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને શરાબના કટીંગમાં વાપરવામાં આવતા વાહનો ત્યાંથી હંકારી મૂકવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં પોલીસે બુટલેગર પિતા અને તેના બે પુત્રોની ધરપકડ કરી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

વરણામાં પોલીસે વધુ કાર્યવાહી કરતા ગતરોજ વિશાલ મહેશભાઈ ગોહિલ ને અમરેલી જિલ્લાની જેલમાં તેમજ અક્ષય મહેશભાઈ ગોહિલને ભુજની જેલમાં પાસા હેઠળ અટકાયત કરીને મોકલી આપવામાં આવ્યા છે.

Trending

Exit mobile version